Get The App

71.6 કરોડ ડૉલરની ડીલ પછીયે જેટ એન્જિન સપ્લાય કરવામાં ધાંધિયા! કેન્દ્ર સરકાર ભડકી

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
General Electric


Tejas LCA Jet Engine: જેટ એન્જિનની ડિલિવરીમાં વિલંબ થતાં કેન્દ્ર સરકારે જનરલ ઈલેક્ટ્રિક કંપની પર મોટી પેનલ્ટી ફટકારી શકે છે. આ મામલાથી જાણકાર અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ એન્જિનનો ઉપયોગ દેશના લાઈટ-કોમ્બેટ એરક્રાફ્ટમાં થાય છે. સ્થાનિક સ્તરે ઉત્પાદિત થતાં ઈન્ડિયન એર ફોર્સના લાઈટ વેઈટ ફાઈટર્સ પ્લેન માટે F404 એન્જિનની ડિલિવરીની તારીખ લંબાવી માર્ચ-25 કરવામાં આવી છે.

72 કરોડ ડોલરનો કરાર

આ એન્જિનનો સપ્લાય 2023થી શરૂ થવાનો હતો. પરંતુ સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે 71.6 કરોડ ડોલરના 99 F404 એન્જિનનો સપ્લાય કરાર જનરલ ઈલેક્ટ્રિક કંપની સાથે કર્યો હતો. જો કે, સપ્લાયમાં વિલંબ થતાં મોદી સરકારની ફાઈટર પ્લેન બનાવવાની યોજનામાં અડચણો આવી રહી છે. જેથી દંડ ફટકારી શકે છે.

સરકારની રક્ષા યોજનાઓ ખોરંભે

ભારતના તેના પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે તણાવગ્રસ્ત સંબંધો છે. જનરલ ઈલેક્ટ્રિકે ગતવર્ષએ જૂનમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે કરાર કર્યો હતો. જેનો ઉદ્દેશ ભારતના નેક્સ્ટ જનરેશન લાઈટ-કોમ્બેટ એરક્રાફ્ટ માટે જેટ એન્જિન હાંસલ કરવાનો હતો. પરંતુ તેમાં વિલંબથી અનેક યોજનાઓ ખોરંભે ચડી શકે છે.

આ પણ વાંચોઃ કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર, સારવારમાં વપરાતી આ 3 દવાઓ થશે સસ્તી, સરકારે આપ્યો આદેશ

સપ્લાય ચેઈનમાં પ્રેશર

રક્ષા મંત્રાલય અને હિન્દુસ્તાન એરોનોટિક્સે આ મામલે કોઈ સ્પષ્ટતા આપી નથી. જીએ એરોસ્પેસે ઈમેઈલ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીમાં સપ્લાય ચેઈન પર ખૂબ પ્રેશર છે. કંપની આ પડકારને દૂર કરવા પ્રયાસ કરી રહી છે. જીઈ એરોસ્પેસે વૈશ્વિક સ્તરે જેટ એન્જિનના સપ્લાયમાં અડચણોનો સામનો કરી રહ્યા છે.

ફાઈટર પ્લેની તાકાત ઘટી

ભારતના ફાઈટર પ્લેનની તાકાત ઝડપથી ઘટી રહી છે. ભારતીય સેના રશિયાથી મળેલા પોતાના જૂના વિમાનોને રિટાયર કરી રહી છે. રશિયા ભારત માટે મિલિટ્રી હાર્ડવેરનો સૌથી મોટો સપ્લાયર છે. જો કે, હાલના વર્ષોમાં ખરીદીમાં શુષ્ક માહોલ જોવા મળ્યો છે.

71.6 કરોડ ડૉલરની ડીલ પછીયે જેટ એન્જિન સપ્લાય કરવામાં ધાંધિયા! કેન્દ્ર સરકાર ભડકી 2 - image


Google NewsGoogle News