Get The App

ઑઈલ કંપનીઓને જલસા, કેન્દ્ર સરકારે હટાવ્યો વિંડફૉલ ટેક્સ, બે વર્ષ બાદ મળી રાહત

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
ઑઈલ કંપનીઓને જલસા, કેન્દ્ર સરકારે હટાવ્યો વિંડફૉલ ટેક્સ, બે વર્ષ બાદ મળી રાહત 1 - image


Image Source: Twitter

Windfall Tax Scrapped: કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા ઈંધણ પરનો વિંડફૉલ ટેક્સ હટાવી દીધો છે. આ ટેક્સ એર ટર્બાઈન ફ્યૂલથી લઈને પેટ્રોલ-ડીઝલ પર પણ લાગતો હતો. તેને ઔપચારિક રીતે સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વર્ષ 2022માં એવા સમયે લાદવામાં આવ્યો હતો જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ક્રૂડ ઑઈલની કિંમતો હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી. હવે નાણા મંત્રાલયે આ ટેક્સને સંપૂર્ણપણે હટાવી દીધો છે.

30 મહિના બાદ હટાવાયો ટેક્સ

એક અહેવાલ પ્રમાણે સરકારે ક્રૂડ ઑઈલના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલા ઘટાડા વચ્ચે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઑઈલ અને એવિએશન ઈંધણ (ATF), પેટ્રોલ અને ડીઝલની નિકાસ પરનો આ 30 મહિના જૂનો ટેક્સ આજે હટાવી દીધો છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ અંગે એક નોટિફિકેશન રજૂ કર્યું છે. જેમાં જાહેર ક્ષેત્રની ONGC જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઑઈલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવેલી ઈંધણની નિકાસ પર લાગતા ટેક્સને હટાવી દેવાનો નિર્ણય કર્યો છે.  

ઑઈલ કંપનીઓને મળી મોટી રાહત

આ નિર્ણયને 29/2024 અને 30/2024 નંબરની નોટિફિકેશન દ્વારા ઔપચારિક રૂપ આપવામાં આવ્યું છે, જેને સંસદમાં રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ક્રૂડ ઑઈલની કિંમતોમાં ધરખમ વધારાને કારણે સરકારે વર્ષ 2022માં સ્થાનિક ક્રૂડ, પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ઈંધણની નિકાસમાંથી ઑઈલ કંપનીઓને થતા નફા પર વિંડફૉલ ટેક્સ લગાવવાનો નિર્ણય લીધો હતો, જેનો હેતુ રેવન્યૂ વધારવાનો હતો. હવે સરકાર દ્વારા આ ટેક્સ હટાવવાથી ઑઈલ સેક્ટરની તમામ કંપનીઓને મોટી રાહત મળી છે.

શું હોય છે વિંડફૉલ ટેક્સ?

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન વર્ષ 2022માં ભારત ક્રૂડ ઑઈલ ઉત્પાદકો પર વિંડફૉલ ટેક્સ લગાવીને એ દેશોમાં સામેલ થયો હતો, જે એનર્જી કંપનીઓના નફા પર ટેક્સ લગાવે છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઑઈલ અને પેટ્રોલ, ડીઝલ, એટીએફ જેવા રિફાઈનરી ઉત્પાદનોના ભાવમાં સમયની સાથે વધ-ઘટ થતી રહે છે. વિંડફૉલ ટેક્સ એ એક એવો ટેક્સ છે જે સ્થાનિક સ્તર પર ક્રૂડ ઉત્પાદક કંપનીઓ પર એક ચોક્કસ મર્યાદા કરતાં વધુ નફા પર લાદવામાં આવે છે.

આ પણ વાંચો: કેનેડામાં રહેતા ભારતીયોએ પાછા આવવું પડશે? સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓ પર આફત

કેમ લાગે છે વિંડફૉલ ટેક્સ?

જો ગ્લોબલ માર્કેટમાં ડીઝલ, પેટ્રોલ અને એટીએફ વગેરેના ભાવ સ્થાનિક બજાર કરતા વધારે હોય તો રિફાઈનરીઓ નિકાસ વધારવા લાગે છે, જેથી તેને વધુ નફો થાય. સરકાર તેના પર લગામ લગાવવા અને સ્થાનિક બજારમાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વિંડફૉલ પ્રોફિટ ટેક્સ લાદી દે છે.

જુલાઈ 2022માં પ્રથમ વખત લાગુ થયો હતો

આ જ ગણતરી ક્રૂડ ઑઈલના મામલે પણ લાગુ પડે છે. બીજી તરફ જ્યારે ગ્લોબલ માર્કેટમાં તેની કિંમત ઘટી જાય છે ત્યારે કંપનીઓ પોતે જ નિકાસ ઘટાડવાનું શરૂ કરે છે. જ્યારે આવી સ્થિતિ ઊભી થાય છે ત્યારે સરકાર વિંડફૉલ ટેક્સ ઘટાડવા અથવા હટાવવાનો નિર્ણય લે છે. ભારત સરકારે સૌપ્રથમ 1 જુલાઈ, 2022 ના રોજ વિંડફૉલ પ્રોફિટ ટેક્સ લાદવાનો નિર્ણય લીધો હતો.


Google NewsGoogle News