ભારતનો ડિજિટલ રુપિયો, જાણો રિઝર્વ બેંકની ડિજિટલ કરન્સી કેવી રીતે કરે છે કામ
ભારતની સેન્ટ્રલ બેંક ડિઝિટલ કરન્સી એટલે કે સીબીડીસી ડિજિટલ રુપિયા અથવા ઈ-રુપીના નામે ઓળખાય છે
ડિજિટલ કરન્સીએ એક એવી કરન્સી છે જે સંપુર્ણ રીતે ઈલેક્ટ્રોનિક્સ રુપે ઉપલબ્ધ હોય છે
Image Twitter |
તા. 7 નવેમ્બર 2023, મંગળવાર
Reserve Bank digital currency : હાલ વિશ્વમાં કિપ્ટોકરન્સી વિશે બહુ જ ચર્ચાઓ થઈ રહી છે, આ દરમ્યાન ભારતીય સેન્ટ્રલ બેંક આરબીઆઈએ ડિઝિટલ કરન્સીની શરુઆત કરી દીધી છે. દેશમા કેટલીક મોટી બેંકોમાં ડિઝિટલ કરન્સીમાં લેવડ- દેવડ માટેની સુવિધા શરુ કરી દીધી છે. ભારતની સેન્ટ્રલ બેંક ડિઝિટલ કરન્સી એટલે કે સીબીડીસી ડિજિટલ રુપિયા અથવા ઈ-રુપીના નામે ઓળખાય છે. હાલમાં સરકારી બેંકો સિવાય કોઈ પ્રાઈવેટ બેંક તેમના ગ્રાહકોને ડિજિટલ રુપિયાની સુવિધા આપી દીધી છે. આવો જાણીએ કે ડિજિટલ કે આખરે ડિજિટલ કરન્સી શું છે અને તેનો કઈ રીતે ઉપયોગ થાય છે.
શું છે આ ડિજિટલ કરન્સી ??
ડિજિટલ કરન્સીએ એક એવી કરન્સી છે જે સંપુર્ણ રીતે ઈલેક્ટ્રોનિક્સ રુપે ઉપલબ્ધ હોય છે. હાલમાં ડિઝિટલ કરન્સીના મુખ્ય ત્રણ પ્રકાર છે કિપ્ટોકરન્સી, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે સીબીડીસી અને સ્ટેબલ કોઈન.આ આધુનિક બ્લોકચેન ટેકનોલોજી પર કામ કરતી હોય છે. તેની સૌથી ખાસ વાત એ છે કે આમાં લેવડ- દેવડ પુરી રીતે વર્ચુઅલ હોય છે.
શું છે આરબીઆઈની ડિજિટલ કરન્સી
જે રીતે રિઝર્વ બેંક સિક્કા બનાવવામાં અને નોટો છાપવાનું કામ કરે છે, તે જ પ્રમાણે આરબીઆઈએ ડિજિટલ રુપિયાનું ટોકન તૈયાર કર્યું છે. સિક્કા અને નોટની જે રીતે કોમર્શિયલ બેંકોનાં માધ્યમથી બજારમાં બીજા લોકો સુધી પહોચાડવામાં આવે છે તે જ રીતે ડિજિટલ રુપિયાને પણ લોકો સુધી બેક પહોચાડશે. રિઝર્વ બેંકે જેને ટોકન આપે છે, તેને ટોકન સર્વિસ પ્રોવાઈડર તરીકે ઓળખાય છે. જેમા રિઝર્વ બેંક દ્વારા પંસદ કરેલી બેંકોને કહે છે અને બેંક એટલે કે ટોકન સર્વિસ પ્રોવાઈડર ઈચ્છુક લોકોને ટોકન વહેચે છે.