Get The App

ATM કાર્ડ વગર પણ હવે કાર્ડની સલામતી સાથે પૈસા ઉપાડી શકાય છે, જાણો કેવી રીતે

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
ATM કાર્ડ વગર પણ હવે કાર્ડની સલામતી સાથે પૈસા ઉપાડી શકાય છે, જાણો કેવી રીતે 1 - image


Cardless Cash Withdrawal: ઘણી વખત ઉતાવળમાં આપણે આપણું એટીએમ કાર્ડ કે પર્સ ઘરે ભૂલી જઈએ છીએ. આવી સ્થિતિમાં, જો પૈસાની જરૂર પડે, તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો લાભ લઈ શકીએ છીએ. આ સિવાય જો તમને રોકડની જરૂર હોય તો તમે કાર્ડલેસ કેશ વિડ્રોઅલનો વિકલ્પ પસંદ કરી શકો છો. ગ્રાહકોની સુવિધા માટે, RBIએ UPI અને ઓટોમેટેડ ટેલર મશીનો (ATM) માં કાર્ડ વગર રોકડ ઉપાડવાની સુવિધા આપી છે. એટલે કે હવે ATMમાંથી રોકડ ઉપાડવા માટે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. 

કાર્ડલેસ કેશ વિડ્રોઅલ એટલે કે કાર્ડ વગર રોકડ ઉપાડ શું છે?

કાર્ડલેસ કેશ વિડ્રોઅલ એ એટીએમમાંથી પૈસા ઉપાડવાની સરળ રીત છે. જેમાં ડેબિટકાર્ડ વગર જ પૈસા ઉપાડી શકાય છે. આ સર્વિસનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર બેંક સાથે રજિસ્ટર્ડ હોવો જોઈએ. જેમાં એક OTP જનરેટ થશે અને તમે સરળતાથી પૈસા ઉપાડી શકશો. 

કાર્ડલેસ કેશ વિડ્રોઅલ પ્રક્રિયા 

- સૌથી પહેલા ATM પર જઈને કાર્ડલેસ કેશ વિડ્રોઅલનો વિકલ્પ પસંદ કરો

- ત્યારબાદ તમારા મોબાઈલમાં બેંકની એપ ખોલવાની રહેશે 

- બેંકની એપમાં કાર્ડલેસ કેશ વિડ્રોઅલ ઓપ્શન સિલેક્ટ કરો 

- હવે તમ્તે જેટલી રકમ ઉપાડવી હોય તે રકમ ભરો

- આ પછી તમારા રજિસ્ટર્ડ ફોન નંબર પર પિન આવશે 

- ત્યારબાદ ટ્રાન્ઝેક્શન કન્ફર્મ કરો

- આ પછી સરળતાથી પૈસા મળી જશે

ફ્રોડથી કેવી રીતે બચવું?

આજે અનેક પ્રકારની છેતરપિંડી થઈ રહી છે. તમારે હંમેશા આ પ્રકારની છેતરપિંડીથી પોતાને બચાવવું જોઈએ. કાર્ડલેસ વિડ્રોઅલમાં પણ તમારી સાથે છેતરપિંડી થઇ શકે છે. આવી સ્થિતિમાં, તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે વિડ્રોઅલ કરતી વખતે કોઈ તમારો પિન ન નોંધે, તેમજ ફોટો ન લે. આ ઉપરાંત ફ્રોડથી બચવા માટે કાર્ડલેસ કેશ વિડ્રોઅલ માટે દરરોજ 10,000-25,000 રૂપિયાની મર્યાદા સેટ કરો.

ATM કાર્ડ વગર પણ હવે કાર્ડની સલામતી સાથે પૈસા ઉપાડી શકાય છે, જાણો કેવી રીતે 2 - image


Google NewsGoogle News