Bank Rule : બેંક સેવિંગ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા કરાવી શકો? જાણીલો નિયમ
બચત ખાતામાં જમા કરાવેલ રકમ ITRમા બતાવવી જોઈએ
નાણાંકીય વર્ષમાં 10 લાખથી વધારે કેશ જમા કરાવો તો બેંક આવકવેરા વિભાગને તેની જાણ કરે છે
Image Envato |
તા. 18 ડિસેમ્બર 2023, સોમવાર
આજે દરેક વ્યક્તિને બેંકમાં એકાઉન્ટ હોય છે. સામાન્ય રીત બેંકમાં વિવિધ પ્રકારના એકાઉન્ટ હોય છે. જેમા એક સેવિંગ એટલે કે બચત ખાતુ હોય છે. આ એક એવુ એકાઉન્ટ છે જેમા દરેક લોકો ખોલાવી શકે છે. સેવિંગ એકાઉન્ટમાં સામાન્ય રીતે લોકો તેમની બચત રાખતા હોય છે. તમે જેટલા ઈચ્છો તેટલા એકાઉન્ટ ખોલાવી શકો છો. એટલુ જ નહી એકાઉન્ટમાં તમે ધારો એટલા પૈસા પણ જમા કરાવી શકો છો. બચત ખાતામાં પૈસા જમા કરાવવા માટેની કોઈ લિમિટ નથી.
નાણાંકીય વર્ષમાં 10 લાખથી વધારે કેશ જમા કરાવો તો બેંક ઈન્કમ ટેક્સ વિભાગને માહિતી આપશે
જો કે, એક વાતનું તમારે ધ્યાન રાખવું જરુરી છે કે, જો તમે તમારા સેવિંગ એકાઉન્ટમાં 10 લાખ રુપિયાથી વધારે કેશ એક નાણાંકીય વર્ષમાં જમા કરાવો છો, તો તેની જાણકારી બેંક આવકવેરા વિભાગને જરુર આપશે. આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 285બી એ મુજબ બેંકો માટે આ જાણકારી આપવી ફરજીયાત કરવામાં આવી છે. જો બચત ખાતામાં જમા કરાવેલ કેશ સાથે ITRમાં આપેલી માહિતી પ્રમાણે મેચ ન થાય તો આવકવેરા વિભાગ તમને નોટીસ મોકલી શકે છે.
વ્યાજ પર આપવો પડશે ટેક્સ
ITR ફાઈલ કરતી વખતે કરદાતાને પોતાના સેવિંગ એકાઉન્ટમાં જમા કરેલ રકમની જાણકારી આપવી જોઈએ. તમે સેવિંગ એકાઉન્ટ દ્વારા જે વ્યાજ મળે છે તે તમારી આવક સાથે જોડવી જોઈએ અને તે વ્યાજની રકમ પર ઈન્કમ ટેક્સ કાપવામાં આવે છે. વ્યાજની આવક પર બેંક 10 ટકા ટીડીએસ કાપે છે. સેવિંગ એકાઉન્ટમાંથી મળેલા વ્યાજ પર ટેક્સ કપાતનો લાભ આપવામાં આવે છે. આવકવેરા અધિનિયમની કલમ 80 ટીટીએ પ્રમાણે દરેક વ્યક્તિને 10 હજાર સુધી ટેક્સમાં છુટ આપવામાં આવે છે.