Get The App

ટૂંક સમયમાં UPI મારફત રોકડ જમા કરાવી શકાશે: RBI ગવર્નર શક્તિકાંત દાસની જાહેરાત

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
ટૂંક સમયમાં UPI મારફત રોકડ જમા કરાવી શકાશે: RBI ગવર્નર શક્તિકાંત દાસની જાહેરાત 1 - image


RBI MPC : આગામી સમયમાં UPI મારફત રોકડ જમા કરાવી શકાશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ 2024-25ની પ્રથમ મોનેટરી પોલિસીની જાહેરાતમાં આ અંગે જણાવ્યું હતું. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, UPIની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતાં હવે તેના માધ્યમથી કેશ ડિપોઝિટ ફેસિલિટી આપવાની જોગવાઈ છે. આ સુવિધા CDM (કેશ ડિપોઝિટ મશીન)માં ઉપલબ્ધ થશે.

હાલ સીડીએમના માધ્યમથી નાણાં જમા કરાવવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ, UPI મારફત પેમેન્ટ કરવાની સાથએ રોકડ ઉપાડની સુવિધા ઉપલબ્ધ છે. ગ્રાહકોની અનુકૂળતાને ધ્યાનમાં રાખતાં આરબીઆઈએ નિવેદન આપ્યું કે, બેન્કો દ્વારા લગાવવામાં આવેલી કેશ ડિપોઝિટ મશીન ગ્રાહકોને અનુકૂળતામાં વધારો કરતાં બેન્ક શાખાઓ પર રોકડ સંભાળવાનો બોજો ઘટાડે છે. કાર્ડ લેસ કેશ વિડ્રોલની લોકપ્રિયતામાં વધારો થયો છે. 5 સપ્ટેમ્બર, 2023ના રોજ UPI મારફત રોકડ ઉપાડની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈ હવે રોકડ જમા કરાવવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેના પર ટૂંકસમયમાં કામગીરી શરૂ થશે.

પ્રિપેઈડ વોલેટ્સ દ્વારા UPI પેમેન્ટ કરવાની પણ જોગવાઈ છે. જેમાં UPI પેમેન્ટ્સ કરવાથઈ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે. શક્તિકાંત દાસે નિવેદન આપ્યું હતું કે, જેનાથી પીપીઆઈ કાર્ડ હોલ્ડર્સને બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સની જેમ જ UPI પેમેન્ટ કરવામાં મદદ મળશે.

યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ અર્થાત UPI 2016માં લોન્ચ થયુ હતું. વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ મારફત કેવાયસી, બેન્ક એકાઉન્ટ નંબર, બેન્કનું નામ કે IFSCની મદદ વિના પેમેન્ટ શક્ય બનાવે છે. UPI આઈડીની મદદથી તમામ પ્રકારના પેમેન્ટ શક્ય બન્યા છે. જેમાં ક્યુઆર કોડ સ્કેન એન્ડ પે, મોબાઈલ-એકાઉન્ટ નંબર મારફત UPI, વોઈસ કમાન્ડ, અને બિલપે કનેક્ટ દ્વારા પેમેન્ટ કરી શકાય છે.



Google NewsGoogle News