ઇન્ફોસિસના કૉ-ફાઉન્ડર ગોપાલકૃષ્ણન પર SC-ST ઍક્ટ હેઠળ કેસ, હનીટ્રેપમાં ફસાવવાનો પણ આરોપ
Kris Gopalakrishnan: ઇન્ફોસિસના કૉ-ફાઉન્ડર એસ. કે. ગોપાલકૃષ્ણન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ સાયન્સના પૂર્વ ડિરેક્ટર બાલારામ સહિત 18 લોકો સામે એસસી-એસટી એક્ટ હેઠળ બેંગલુરૂના સદાશિવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. શહેરની સેશન કોર્ટના આદેશ પર દાખલ કરવામાં આવેલી FIRમાં એક શખ્સ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેને હનીટ્રેપમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો અને બાદમાં આ કારણ આપી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ સાયન્સની નોકરીમાંથી કાઢી મૂક્યો. ગોપાલકૃષ્ણન આ સંસ્થામાં બોર્ડ ઑફ ટ્રસ્ટીઝના મેમ્બર રહ્યા છે. ફરિયાદ કરનાર દુર્ગપ્પા બોવી આદિવાસી સંપ્રદાયમાંથી આવે છે. દુર્ગપ્પાનું કહેવું છે કે, તે IISના સેન્ટર ફોર સસ્ટેનેબલ ટૅક્નોલૉજીમાં ફેકલ્ટી મેમ્બર હતા.
દુર્ગપ્પાનો દાવો છે કે, '2014માં મને ખોટી રીતે હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો અને બાદમાં તેના બહાને નોકરીમાંથી કાઢી દેવાયો. મને જાતિગત ગાળો આપી ધમકાવવામાં આવ્યો હતો.' આ કેસમાં ગોવિંદન રંગરાજન, શ્રીધર વોરિયર, સંધ્યા વિશ્વવરૈયા, હરિ કેવીએસ, દાસપ્પા, બલરામ પી, હેમલતા મહીસી, કે. ચટ્ટોપાધ્યાય અને પ્રદીપ ડી. સાવરકર સામેલ છે. અત્યાર સુધી આ મામલે FIR અથવા ગોપાલકૃષ્ણનની તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું. માનવામાં આવી રહ્યું છે કે, આ મામલે પોલીસ તરફથી એવા લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે, જેના નામ એફઆઇઆરમાં દાખલ છે.
આ પણ વાંચોઃ ચીનનું સસ્તું AI એન્જિન ડીપસીક લોન્ચ: વિશ્વભરની ટેક કંપનીઓને 1 લાખ કરોડ ડોલરનું નુકસાન
ગોપાલકૃષ્ણનનું ઇન્ફોસિસ સાથે શું છે કનેક્શન?
નારાયણમૂર્તિના નેતૃત્વવાળી કંપની ઈન્ફોસિસમાં ગોપાલકૃષ્ણન 2011 થી 2014 સુધી વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે. આ સિવાય 2007થી 2011 સુધી તે સીઈઓ અને એમડી પણ હતા. તે કંપનીના સહ-સંસ્થાપકોમાંથી એક રહ્યા છે અને આઇટી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. 2013-14માં તે ઉદ્યોગ જગતની મોટી સંસ્થા ફનફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ તરીકે પસંદ કરાયા હતા. આ સિવાય 2014માં દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કારોબારી સમુદાયનું નેતૃત્વ કર્યું હતું. તેઓને 2011માં ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી ધરાવનાર ગોપાલકૃષ્ણનની ઘણાં દાયકાની કારકિર્દી છે અને તેમનું આવા કેસમાં નામ આવવું તે ચિંતા વધારનારું છે. જોકે, તેઓ આ મામલે કોઈ મુખ્ય આરોપી નથી.