Get The App

કાર ખરીદદારો સીએનજી તરફ વળ્યા, વેચાણમાં વાર્ષિક ધોરણે 46 ટકાનો વધારો

- સીએનજી વાહનોનું વેચાણ હવે પેટ્રોલ વાહનોના વેચાણના આશરે ૩૦ ટકા જેટલું

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
કાર ખરીદદારો સીએનજી તરફ વળ્યા, વેચાણમાં વાર્ષિક ધોરણે 46 ટકાનો વધારો 1 - image


નવી દિલ્હી : ભારતીય કાર ખરીદદારો માટે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ઝડપથી પસંદગીની કાર પુરવાર થઈ રહી છે, ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ આઠ મહિનામાં આવા પેસેન્જર વાહનોના વેચાણમાં વૃદ્ધિ અન્ય તમામ પ્રકારના વાહનોના વેચાણને પાછળ છોડી દીધા છે.

જાન્યુઆરી અને ઓગસ્ટ વચ્ચે સીએનજી વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે ૪૬ ટકાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલ કારના વેચાણમાં ૪.૫ ટકાનો ઘટાડો થયો છે; ડીઝલ મોડલ પિકઅપ્સમાં માત્ર ૫ ટકાનો વધારો થયો છે. સીએનજીના વેચાણમાં વધારો પેટ્રોલ હાઇબ્રિડ, ડીઝલ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રીક કારના વેચાણ કરતાં પણ વધી ગયો છે. 

વોલ્યુમની દ્રષ્ટિએ, સીએનજી વાહનોનું વેચાણ હવે પેટ્રોલ વાહનોના વેચાણના આશરે ૩૦ ટકા જેટલું છે. દેશની સૌથી મોટી ઓટોમેકર, મારુતિ સુઝુકી ઈન્ડિયા દ્વારા ઉત્પાદિત દર ત્રણમાંથી એક કાર હવે સીએનજી મોડલ છે, જેમાં ઓગસ્ટ સુધીમાં કંપનીના એકંદર પોર્ટફોલિયોમાં સીએનજીનો પ્રવેશ ૩૪ ટકા સુધી પહોંચી ગયો છે.

નવી કાર લોન્ચથી લઈને સીએનજી  રિફ્યુઅલિંગ સ્ટેશનમાં વધારો તેમજ ટાટા મોટર્સની ટ્વીન-સિલિન્ડર સિસ્ટમ જેવી નવીનતાઓ સુધીના ઘણા પરિબળો આ વૃદ્ધિને આગળ ધપાવે છે. ઓરિજિનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદકો પણ કોર્પોરેટ સરેરાશ ઇંધણ કાર્યક્ષમતા ધોરણોને પહોંચી વળવા ઓછા પ્રદૂષિત ઇંધણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેનો હેતુ નાણાકીય વર્ષમાં કાર ઉત્પાદકો તરફથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનને મર્યાદિત કરવાનો છે.

ભારતના ઓટો માર્કેટમાં વૈકલ્પિક ઇંધણ તરફ વ્યાપક પરિવર્તનની નોંધ લીધી છે. કારણ કે વૈશ્વિક ઇલેક્ટ્રિક વાહન વૃદ્ધિ ધીમી થવાના સંકેતો દર્શાવે છે. ઇલેક્ટ્રિક વાહનો (૭ ટકા) ની સરખામણીમાં સીએનજી (૪૬ ટકા) અને હાઇબ્રિડ વાહનો (૧૯ ટકા)માં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.


Google NewsGoogle News