Campa Colaએ IPLના કો-પ્રેઝન્ટેસન રાઈટ્સ રૂપિયા 200 કરોડમાં ખરીદ્યા
અમદાવાદ : રિલાયન્સ કન્ઝયુમર પ્રોડક્ટ્સની માલિકીની ડ્રિંકિંગ બેવરેજીસ બ્રાન્ડ, કેમ્પા કોલાએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સીઝન માટે કો-પ્રેસેન્ટેશનના રાઈટ્સ મેળવ્યા છે. ટાઈટલ સ્પોન્સર બાદ બીજા ક્રમની સૌથી મોટી દેખીતી સ્પોન્સરશિપ ડીલ સહ-પ્રસ્તૃતિકરણને માનવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર આઈપીએલની છેલ્લી સીઝનમાં આ અધિકારો કોકા કોલાની થમ્સ અપ પાસે રૂ. ૨૦૦ કરોડમાં હતા અને આ વર્ષે આ આઈપીએલ રાઈટ્સ કેમ્પા કોલાએ રૂ. ૨૦૦ કરોડમાં જ ખરીદીને થમ્સ અપને પછાડી છે.
'સહ-પ્રસ્તુતિકરણ / સહ-સંચાલક અધિકારો ટોચના પ્લેટફોર્મ હોય છે. કેમ્બા કોલાના આ નેશનલ બ્રાન્ડિંગ સાથે ઉનાળાની સીઝનમાં હવે કેમ્પા કોલાની સ્પર્ધા અનેક એમએનસી કંપનીઓ સાથે રાષ્ટ્રીય સ્તરે થશે. અત્યાર સુધી અમે પસંદગીના બજારો સુધી મર્યાદિત હતા. હવે અમે ઝડપથી વિસ્તરણ તરફ આગળ વધી રહ્યાં છે અને આઈપીએલના રાઈટ્સ તેમાં જ એક હિસ્સો છે તેમ કેમ્પા કોલાના એક એક્ઝિક્યુટિવે રિપોર્ટમાં જણાવ્યું હતુ.
મુકેશ અંબાણીના નેજા હેઠળનું રિલાયન્સ સમૂહ હવે તાજેતરમાં જ લોન્ચ કરેલા સ્પોર્ટ્સ ડ્રિંક સ્પિનર અને રાસ્કિક ગ્લુકો એનર્જીનું મોટા પાયે માર્કેટિંગ આ આઈપીએલ રાઈટ્સ થકી કરશે. આ બંને સ્પોર્ટ ડ્રિંકની કિંમત ૧૦ રૂપિયા જ છે અને આઈપીએલ દરમિયાન જાહેરાત શરૂ થશે.
શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરન સાથે સહ-નિર્મિત સ્પિનરે ચાર આઈપીએલ ટીમો લખનૌ સુપર જાયન્ટ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ સાથે સ્પોન્સરશિપ ડીલ પણ કરી છે. કોકા-કોલા ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે તેની પાર્ટનરશિપ જાળવી રાખશે અને વધારાના સ્પોન્સરશિપ સ્લોટ મેળવશે.