Get The App

કેન્દ્ર સરકારે દિવાળી ટાણે ખેડૂતોને આપી ભેટ, રવિ પાકોની MSPમાં કર્યો ધરખમ વધારો, જુઓ યાદી

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
MSP for Rabi Crop


MSP Hike For Rabi Crops: કેન્દ્ર સરકારે આજે આયોજિત કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વૃદ્ધિની સાથે સાથે ખેડૂતોને પણ દિવાળી ભેટ આપી છે. રવિ પાકના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરતાં ખેડૂતોને દિવાળી ભેટ આપી છે. જેમાં ઘઉંના પાક પર પ્રતિ ક્વિન્ટલ રૂ. 150, અને સરસવ પર લઘુતમ ટેકાના ભાવ રૂ. 300 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે.

આ પાકના લઘુતમ ટેકાના ભાવ વધ્યા

માર્કેટિંગ સિઝન 2025-26 માટે સરકારે રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) વધાર્યા છે. જેમાં ઘઉંના પાક પર રૂ. 150 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવતાં લઘુતમ ટેકાના ભાવ રૂ. 2425 થયા છે. જે અગાઉ રૂ. 2275 પ્રતિ ક્વિન્ટલ હતાં. સરસવ પર રૂ. 300 વૃદ્ધિ સાથે લઘુતમ ટેકાના ભાવ રૂ. 5650 પ્રતિ ક્વિન્ટલથી વધી રૂ. 5950 પ્રતિ ક્વિન્ટલ થયા છે. ચણાના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 210 વધારીને રૂ. 5650 કરાયા છે, જે અગાઉ રૂ. 5440 હતા. 

કઠોળ પર પણ લઘુતમ ટેકાના ભાવ વધ્યા છે. જેમાં મસૂર પર રૂ. 275ના વધારા સાથે ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6700 કરાયા છે, તો સનફ્લાવરનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 140 વધારીને રૂ. 5940 કરાયો છે. રાયડાના લઘુતમ ટેકાના ભાવ રૂ. 200 પ્રતિ ક્વિન્ટલ વધ્યા છે.

આ પણ વાંચોઃ 'લગ્ન બાદ એક તૃત્યાંશ મહિલાઓએ નોકરી છોડવી પડે છે...', વર્લ્ડ બેન્કનો રિપોર્ટ

લઘુતમ ટેકાના ભાવ શું છે

લઘુતમ ટેકાના ભાવ (MSP) એ સરકાર દ્વારા પાકની નિર્ધારિત કરવામાં આવેલી વેચાણ કિંમત છે. જે ભાવ પર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. જેનો ઉદ્દેશ પાકની કિંમતમાં થતી વધ-ઘટથી ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવાનું છે. 

અશ્વિની વૈષ્ણવે આપ્યું નિવેદન

મોદી કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી અશ્ચિની વૈષ્ણવે પંજાબ-હરિયાણા બોર્ડર પર વિરોધ પ્રદર્શનો કરી રહેલા ખેડૂતોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમે ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. અમે ખેડૂતોને લાભ પહોંચાડવા માટે કામ કરીએ છીએ.  કેન્દ્ર સરકારે ગંગા નદી પર રેલ-માર્ગ પુલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેના માટે રૂ. 2642 કરોડ ફાળવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે દિવાળી ટાણે ખેડૂતોને આપી ભેટ, રવિ પાકોની MSPમાં કર્યો ધરખમ વધારો, જુઓ યાદી 2 - image


Google NewsGoogle News