Get The App

'ટીમ પાસે એક કલાક કામ કરાવો પણ..', CA કરી રહ્યા છે નારાયણ મૂર્તિને ટ્રોલ, જાણો શું છે મામલો

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
Narayan Murthy

Image: IANS


CA's Hilarious dig at Infosys founder: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની હોડ વચ્ચે બેંગ્લુરૂના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બસુએ ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિના હાલના નિવેદન મુદ્દે ટીખળ કરતાં દેશના અન્ય સીએ પણ મૂર્તિને ટ્રોલ કરી રહ્યા છે. નારાયણ મૂર્તિએ યુવા પ્રોફેશનલ્સને દેશના નિર્માણમાં મદદ કરવા સપ્તાહમાં 70 કલાક કામ કરવાની સલાહ આપી હતી.

બસુએ X પર પોસ્ટ કરી સપ્તાહમાં 70 કલાકથી વધુ કામ કરવાની લાગણી પર ટીખળ કરી હતી, ઈન્ફોસિસ દ્વારા વિકસિત ઈનકમ ટેક્સ પોર્ટલમાં સતત સમસ્યાઓ નડી રહી હોવાથી આ સલાહની મજાક ઉડાવતાં પોસ્ટમાં લખ્યું હતું કે, નારાયણ મૂર્તિ સર, તમારી સલાહના આધારે અમે ટેક્સ પ્રોફેશનલ્સે સપ્તાહમાં 70 કલાકથી વધુ કામ કરવાનું શરૂ તો કરી દીધુ છે, હવે તમે તમારી ઈન્ફોસિસ ટીમને કહો કે, તે ઈનકમ ટેક્સ પોર્ટલને યોગ્ય રૂપે સંચાલન કરવા માટે સાપ્તાહિક ધોરણે ઓછામાં ઓછો 1 કલાક કામ કરે. બસુની આ પોસ્ટના સમર્થનમાં અનેક યુઝર્સ ઉતર્યા છે. એક યુઝરે કહ્યું કે, 70 કલાકમાં 30 કલાક સુધી આઈટી સપોર્ટ સાથે સંઘર્ષ કરવામાં જાય છે. તેઓ એટલા બુદ્ધિમાન હતા કે, તેમણે આ સલાહ દેશને આપી. પરંતુ એક સાચો દેશભક્ત તે છે કે, જે પોતાની ડેવલપર ટીમની તાકાતને ઓળખે છે.

કંઇ પણ ફ્રીમાં ના આપવુ જોઇએ: નારાયણ મૂર્તિ

ઈનકમ ટેક્સ પોર્ટલમાં અનેક અડચણો

સીએ બસુની લાગણીઓના સમર્થનમાં ઘણા અન્ય સીએ પણ જોડાયા હતા. ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અને ટેક્સપેયર ઈન્ફોર્મેશન સમરી (TIS) ડાઉનલોડ કરવામાં સમસ્યાઓ આવી રહી છે. ઈન્ફોસિસે પોર્ટલ મુદ્દાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી, ટેક્સઆરામ ઈન્ડિયાના ફાઉન્ડર, ડિરેક્ટર અને પાર્ટનર મયંક મોહનકાએ જણાવ્યું હતું કે, આ વર્ષે ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. પોર્ટલ પર ટેક્નિકલ ગ્લિચ, એઆઈએસ અપડેટની ધીમી કામગીરી જેવી સમસ્યાઓ જોવા મળી છે. દેશભરની સીએ ફર્મ્સ પોતાના ગ્રાહકો માટે આવશ્યક ટેક્સ માહિતી સુધી પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

અમદાવાદ સ્થિત સીએ રાજૂ શાહે જણાવ્યું હતુ કે, ટેક્સ-ફાઈલિંગ પોર્ટલ સર્વરની કાર્યક્ષમતાને કારણે થતા વિલંબના કારણે ઘણા ગ્રાહકો માટે એઆઈએસ અને ટીઆઈએસ સુધી પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. નાણા મંત્રાલય અને ઈન્ફોસિસે અત્યારસુધી કરદાતાઓ અને સીએને આવી રહેલી મુશ્કેલી વિશે કોઈ નિવેદન આપ્યું નથી.

નારાયણ મૂર્તિનું શું હતું નિવેદન?

નારાયણ મૂર્તિએ નિવેદન આપ્યું હતું કે, દેશના યુવાનોને સપ્તાહમાં 70 કલાક સુધી કામ કરવુ જોઈએ. જાપાન અને જર્મનીએ આમ જ કર્યું હતું. આ નિવેદનથી વૈશ્વિક સ્તરે વિવાદ સર્જાયો હતો. તેમણે કહ્યું હતું કે, હું સવારે 6.20 વાગ્યે ઓફિસમાં પહોંચી જતો હતો અને રાત્રે 8.30 વાગ્યે ઓફિસમાંથી રજા લેતો હતો અને સપ્તાહમાં છ દિવસ કામ કરતો હતો. હું જાણું છું કે, દેશ આજે સમૃદ્ધ છે, તો તેની પાછળ અથાગ પરિશ્રમ છે. મારી 40થી વધુ વર્ષોની પ્રોફેશનલ કારકિર્દીમાં હું સપ્તાહમાં 70 કલાક કામ કરતો હતો. 1994 સુધી હું સળંગ છ દિવસ કામ કરતો હતો, ત્યારે સપ્તાહમાં ઓછામાં ઓછા 85થી 90 કલાક કામ કરતો હતો.


Google NewsGoogle News