Get The App

Byju'sના મેનેજમેન્ટે નાદારી નોંધાવાના આદેશને NCLATમાં પડકાર્યો, 22 જુલાઈએ થશે સુનાવણી

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
Byju's challenges NCLT insolvency order

Image: IANS


Byju's challenges NCLT insolvency order: NCLTએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને રૂ. 158.9 કરોડની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહેનાર ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટઅપ બાયજૂસ વિરૂદ્ધ નાદારીની કાર્યવાહી શરૂ કરવા નિર્ણય લીધો છે. સ્ટાર્ટઅપના પૂર્વ મેનેજમેન્ટે આ નિર્ણયને NCLATમાં પડકાર્યો છે. NCLAT બાયજૂસની આ અપીલ પર 22 જુલાઈએ સુનાવણી થવાનો આશાવાદ છે. કોરોના મહામારી સમયે બાયજૂસ ભારતનું સૌથી વધુ વેલ્યૂએશન ધરાવતું સ્ટાર્ટઅપ હતું. તેની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ છે.

બાયજૂસે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરી હતી. જે અંતર્ગત બીસીસીઆઈને રૂ. 158 કરોડની સ્પોન્સરશીપ ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. બાયજૂસનું પ્રતિનિધિત્વ કરી રહેલાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, “કંપની હજારો કર્મચારીઓ સાથે નાણાકીય રૂપે સક્ષમ છે. તે એક મહિનાની અંદર એક હપ્તામાં જ રૂ. 158 કરોડ ચૂકવવા પ્રતિબદ્ધ છે.“ સિંઘવીએ NCLAT સમક્ષ 18 કે 19 જુલાઈના સુનાવણી કરવા અપીલ કરી હતી. પરંતુ આગામી સપ્તાહે સુનાવણી થવાની શક્યતા છે.

BYJU's વિરુદ્ધ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા મંજૂરી, NCLT દ્વારા બીસીસીઆઈની અરજીનો સ્વીકાર

NCLTએ બાયજૂસના જુના બોર્ડને સસ્પેન્ડ કર્યું

નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની બેંગ્લુરૂ બેન્ચે 16 જુલાઈના બાયજૂસની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન વિરૂદ્ધ નાદારીની કાર્યવાહી કરવા મંજૂરી આપી ઈન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂક કરી છે. એનસીએલટીએ કંપનીના બોર્ડને પણ સસ્પેન્ડ કરી તેની સંપત્તિ જપ્ત કરી દીધી છે. એનસીએલટીએ આદેશ આપ્યો છે કે, બાયજૂસના ફાઉન્ડર અને સીઈઓ બાયજૂ રવિન્દ્રન આઈઆરપી પંકજ શ્રીવાસ્તવને રિપોર્ટ કરશે. 


  Byju'sના મેનેજમેન્ટે નાદારી નોંધાવાના આદેશને NCLATમાં પડકાર્યો, 22 જુલાઈએ થશે સુનાવણી 2 - image


Google NewsGoogle News