Credit Card પર EMIથી મોબાઈલ લેવાના છો? તો પહેલા જાણીલો તેના ફાયદા અને નુકસાન
વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ માટે ક્રેડિટ કાર્ડ જરૂરી બની ગયું છે
કેટલીક કંપનીઓ ક્રેડિટ કાર્ડની સાથે હેડફોન, સ્માર્ટ વોચ જેવી વસ્તુઓ પણ ગીફ્ટમાં આપતા હોય છે
Image Envato |
તા. 20 ડિસેમ્બર, 2023, બુધવાર
Planning to buy smartphone on EMI: આજ કાલ બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડ માટે વિવિધ સ્કીમ આપવામાં આવે છે. જેમા તમને તેના ફાયદાઓ બતાવવામાં આવતા હોય છે, પરંતુ તેના નુકસાન વિશે જણાવવામાં આવતું નથી. એટલે જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય અને તમે ક્રેડિટ કાર્ડ ઑફર્સનો લાભ મેળવતા હોવ તો ફક્ત તમારા માટે છે.
વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ માટે ક્રેડિટ કાર્ડ જરૂરી બની ગયું છે. માહિતી પ્રમાણે હાલમાં તેનો ઉપયોગ માત્ર શહેરો પુરતો નથી રહ્યો, પરંતુ હવે ગામડાઓમાં પણ વધી રહ્યો છે. કારણ કે જ્યારે તમે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરો છો, ત્યારે તમને ઘણી બધી ઑફર્સ મળતી હોય છે. જેમા કેટલીક કંપનીઓ ક્રેડિટ કાર્ડની સાથે હેડફોન, સ્માર્ટ વોચ જેવી વસ્તુઓ પણ ગીફ્ટમાં આપતા હોય છે. જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને ક્રેડિટ કાર્ડ દ્વારા EMI પર ફોન ખરીદી રહ્યા છો, તો આજે તેના નફા- નુકસાન વિશે જાણીએ.
હાલ માર્કેટમાં કેટલાય ક્રેડિટ કાર્ડ વેચાઈ રહ્યા છે. જેમા દરેક ટ્રાન્ઝેક્શન માટે 3 હપ્તામાં ચુકવણી કરવાની મંજૂરી આપતા હોય છે. પરંતુ એક વાતનું ધ્યાનમાં રાખજો, કે ભલે તમે No-Cost EMI નો લાભ લો છો, પરંતુ જો તમે તેમા થોડી પણ લાપરવાહી કરી તો દેવામાં ફસાતા વાર નહી લાગે. તેમજ જો તમે એકવાર ક્રેડિટ કાર્ડના દેવામાં ફસાયા તો નિકળવું અઘરુ છે.
લોકો આ રીતે ક્રેડિટ કાર્ડની જાળમાં ફસાય છે અને નુકસાન કરે છે
કેટલીકવાર લોકો માત્ર 1 મહિનાની EMIને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ ખરીદતા હોય છે
ગ્રાહકો ઘણીવાર એક સાથે EMI પર ઘણી પ્રોડક્ટ્સ ખરીદતા હોય છે.
થોડા સમયના અંતરમાં તેઓ માસિક EMI પર ઘણી પ્રોડક્ટ્સ ખરીદી શકે છે.
એક સાથે EMI દ્વારા વધારે પ્રમાણમાં પ્રોડેક્ટ ખરીદવાથી તમારા પગારને અસર કરે છે.
આ પ્રમાણે પગાર પ્રમાણે ગણતરી કરો
માની લો કે તમે જાન્યુઆરીમાં 12 મહિના માટે No-Cost EMI પર 40 હજાર રુપિયાનો સ્માર્ટફોન ખરીદ્યો છો. તેના માટે તમારે દર મહિને લગભગ 3,000 રૂપિયા ભરવાના આવે છે. અને પછી તેના બીજા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં ફરી 40 હજાર રૂપિયાનું ફ્રીજ ખરીદો છો, અને તેના પર પણ માસિક 3,000 રૂપિયાનો હપ્તો ભરવાનો હોય, તેજ પ્રમાણે, જો તમે ફરી માર્ચ અને એપ્રિલમાં અન્ય કોઈ પ્રોડેક્ટ ખરીદ્યો છો, તો તમારે આખા વર્ષ માટે 12,000 રૂપિયા ચૂકવવાના થાય. એટલે કે માત્ર 3 મહિના પછી તમારી આવકમાંથી દર મહિને 4,000 રૂપિયાનો બોજો પડશે. આ પ્રક્રિયા સતત 9 મહિના સુધી ચાલુ રહેશે. તેથી આમા તમારા પગાર જો 20 હજાર હોય તો તમે ઘરના બીજા ખર્ચ કેવી રીતે સંભાળી શકશો તેના પર સલાવ ઉભો થાય છે.