Get The App

ચોંકાવનારો રિપોર્ટ : વાર્ષિક આધારે નોકરીઓ 12% ઘટી, IT સેક્ટરને સૌથી વધુ અસર, AI ક્ષેત્રને ફાયદો

એક રિપોર્ટ અનુસાર IT-સોફ્ટવેર, ટેલીકોમ અને શિક્ષણ ક્ષેત્રોમાં ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ભરતીઓમાં ઘટાડો નોંધાયો

વ્હાઈટ કોલર જોબમાં 2,433 જોબ પોસ્ટિંગ સાથે 12 ટકાનો ઘટાડો થયો છે જે એક વર્ષ આ સમયગાળામાં 2,781 હતી

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
ચોંકાવનારો રિપોર્ટ : વાર્ષિક આધારે નોકરીઓ 12% ઘટી, IT સેક્ટરને સૌથી વધુ અસર, AI ક્ષેત્રને ફાયદો 1 - image

image : Pixabay 



Unemployment News | દેશમાં વ્હાઈટ કોલર જોબ કરનારા લોકો માટે મોટા અહેવાલ સામે આવ્યા છે. તાજેતરમાં જારી થયેલા એક રિપોર્ટ અનુસાર IT-સોફ્ટવેર, ટેલીકોમ અને શિક્ષણ ક્ષેત્રોમાં ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ભરતીઓમાં ઘટાડો નોંધાયો છે. તેમાં વાર્ષિક આધારે 12%નો ઘટાડો નોંધાયો છે. 

જુઓ આંકડામાં કેટલો ઘટાડો થયો?  

નોકરી જોબસ્પીક ઈન્ડેક્સ (Naukri JobSpeak Index) ના અહેવાલ અનુસાર ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વ્હાઈટ કોલર જોબમાં 2,433 જોબ પોસ્ટિંગ સાથે 12 ટકાનો ઘટાડો થયો છે જે એક વર્ષ આ સમયગાળામાં 2,781 હતી. 

કયા સેક્ટરમાં કેટલું હાયરિંગ ઓછું થયું? 

ઓક્ટોબર-નવેમ્બર 2023 દરમિયાન ટેલીકોમમાં 18%, શિક્ષણમાં 17% અને રિટેલિંગ સેક્ટરમાં 2022ની તુલનાએ 11% સુધીનું ઓછું હાયરિંગ થયું. જ્યારે હોસ્પિટાલિટી, ટ્રાવેલ ઓટો અને ઓટો સહાયક જેવા ક્ષેત્રોમાં નિમણૂક સ્થિર રહી. 

સૌથી વધુ આ ક્ષેત્ર પ્રભાવિત થયું 

અહેવાલ અનુસાર ઓક્ટોબર-નવેમ્બરમાં આઈટી ક્ષેત્રમાં કુલ હાયરિંગ ગત વર્ષના આ સમયગાળાની તુલનાએ 22 ટકા જેટલું ઘટ્યું હતું. જ્યારે ઊર્જા ક્ષેત્રની કંપનીઓ દ્વારા ઝડપથી વિસ્તરણ અને દેશભરમાં નવી રિફાઈનરીઓની સ્થાપનાને કારણે ઓઈલ અને ગેસ સેક્ટરમાં ગત વર્ષની તુલનાએ ઓક્ટોબર-નવેમ્બરમાં 9 ટકાનું હાયરિંગ વધ્યું. ફાર્મા સેક્ટરમાં પણ 2022ની તુલનાએ ઓક્ટોબર-નવેમ્બરમાં નવું 6%નું હાયરિંગ થયું છે. આ ઉપરાંત વીમા સેક્ટરમાં 5%નો વધારો જોવા મળ્યો.  

આ સેક્ટરમાં જોબ ઓપનિંગ વધી 

રિપોર્ટ અનુસાર ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન મશીન લર્નિંગ એન્જિનિયર અને ફુલ સ્ટેક ડેટા સાયન્ટિસ્ટ જેમ કે એઆઈ સંબંધિત સેક્ટરમાં નવી નોકરીઓ ઝડપથી વધી છે. મશીન લર્નિંગ એન્જિનિયરિંગમાં નોકરીઓ એક વર્ષ પહેલાની તુલનાએ 64 ટકા અને ફુલ સ્ટેક ડેટા સાયન્ટિસ્ટમાં 16 ટકા વધી છે.

ચોંકાવનારો રિપોર્ટ : વાર્ષિક આધારે નોકરીઓ 12% ઘટી, IT સેક્ટરને સૌથી વધુ અસર, AI ક્ષેત્રને ફાયદો 2 - image


Google NewsGoogle News