Business Idea: ડુંગળીની પેસ્ટના બિઝનેસથી મેળવો બમ્પર આવક, જાણો કેવી શરૂ કરવો આ બિઝનેસ
Image:Freepik
નવી મુંબઇ,તા. 23 નવેમ્બર 2023, ગુરુવાર
રસોડામાં સૌથી ખાસ વસ્તુઓમાંથી એક ડુંગળી છે. ડુંગળીના ભાવ જ્યારે આસમાને પહોંચવા લાગે છે ત્યારે દેશના અનેક રસોડામાંથી તે ગાયબ થઈ જાય છે. આ સ્થિતિમાં ડુંગળીની પેસ્ટની માંગમાં ભારે ઉછાળો જોવા મળે છે. આજ સ્થિતિ તમારા માટે બિઝનેસનો નવો આઈડિયા બની શકે છે.
દેશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટક દેશમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરે છે. ડુંગળીની સૌથી મોટી મંડી એટલેકે, માર્કેટયાર્ડ મહારાષ્ટ્રના લાસલગાંવમાં છે. ભારે વરસાદને કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પાકને ઘણું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં તમે ડુંગળીની પેસ્ટ બનાવવાનો બિઝનેસ પણ શરૂ કરી શકો છો.
ડુંગળીની અછતની સ્થિતિને ધ્યાનમાં રાખીને જો તમે વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો ડુંગળીની પેસ્ટનો બિઝનેસ શરૂ કરીને સારી આવક મેળવી શકે છે.
ડુંગળીની પેસ્ટના ધંધામાં કેટલો ખર્ચ થશે?
ખાદી ગ્રામોદ્યોગ આયોગ (KVIC)એ ડુંગળીની પેસ્ટ બનાવવાના વ્યવસાય પર એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમના હિસાબે આ બિઝનેસ 4 લાખ રૂપિયા આસપાસ શરૂ કરી શકાય છે. જો તમારી પાસે બિઝનેસ શરૂ કરવા માટે પૈસા નથી તો તમે સરકારની મુદ્રા સ્કીમમાંથી લોન પણ લઈ શકો છો.
KVICના રિપોર્ટ અનુસાર ડુંગળીની પેસ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપનાનો કુલ ખર્ચ 4,19,000 રૂપિયા છે. આ ખર્ચમાં, બિલ્ડિંગ શેડ બનાવવા માટે રૂ. 1 લાખ અને સાધનો (ફ્રાઈંગ પાન, ઓટોક્લેવ સ્ટીમ કૂકર, ડીઝલ ભઠ્ઠી, સ્ટરિલાઈઝેશન ટાંકી, નાના વાસણો, મગ, કપ વગેરે) પર રૂ. 1.75 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ સિવાય બિઝનેસ ચલાવવા માટે 2.75 રૂપિયાની જરૂર પડશે.
આ રીતે માર્કેટિંગ કરો
ડુંગળીની પેસ્ટ બનાવ્યા પછી, તેને વધુ સારી રીતે પેક કરો. પેકેજિંગ આકર્ષક હશે તો પ્રોડક્ટ જલદી વેચાશે. આજકાલ પ્રોડક્ટ ડિઝાઇનર પેકિંગમાં વેચાય છે. તમે માર્કેટિંગની મદદ લઈ શકો છો. આ માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી શકાય છે. આ સિવાય જો તમારી પાસે બજેટ છે તો તમે કંપનીની વેબસાઈટ બનાવીને તમારી પ્રોડક્ટનો પ્રચાર કરી શકો છો.
કેટલી કમાણી થશે?
એક વર્ષમાં 7.50 લાખ રૂપિયાનું વેચાણ કરી શકો છો. જો આમાંથી તમામ ખર્ચ બાદ કરવામાં આવે તો કુલ સરપ્લસ રૂ. 1.75 લાખ હશે અને તેમાંથી ચોખ્ખો નફો અંદાજિત 1.48 લાખ રૂપિયા હોઈ શકે છે.