તમારી પાસે 200 ચોરસ ફૂટનો એરિયા છે? જો હા તો લઈ લો જલદીથી આ ફ્રેન્ચાઈઝી, થશે ધૂમ કમાણી
Business Idea: શું તમે ઘરેબેઠા અથવા તો તમારી માલિકીની જગ્યા પર સરકારી સંસ્થા સાથે જોડાઈ કામ કરવા માગો છો. જો તમે 200 વર્ગ ફૂટ એટલે કે ચોરસ ફૂટ એરિયા અને નજીવી મૂડી ધરાવતા હોવ તો તમે પોસ્ટ ઓફિસ માટે ફ્રેન્ચાઈઝી લઈ કમાણી કરી શકો છો.
હાલ દેશમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ છે. સરકાર સમય-સમય પર તેની સુવિધાઓનું વિસ્તરણ કરી રહી છે. જેના મારફત મની ઓર્ડર મોકલવો, સ્ટેમ્પ-સ્ટેશનરી, પોસ્ટ મોકલવી અને મંગાવવી, નાની બચત યોજનાઓ શરૂ કરવા સહિત તમામ કામ પોસ્ટ ઓફિસમાં થાય છે.
ઈન્ડિયા પોસ્ટે નવી પોસ્ટ ઓફિસ શરૂ કરવા ફ્રેન્ચાઈઝી સ્કીમ શરૂ કરી છે. જેમાં તમે પોસ્ટ ઓફિસ શરૂ કરી આવક ઉભી કરી શકો છો. દેશના અનેક વિસ્તારોમાં હાલ પોસ્ટ ઓફિસની સેવાઓ ઉપલબ્ધ નથી. જેથી ઈન્ડિયા પોસ્ટે ફ્રેન્ચાઈઝી સુવિધા શરૂ કરી છે.
પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝીના પ્રકાર
પોસ્ટ ઓફિસ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઈઝી આપવામાં આવે છે. જેમાં એક ફ્રેન્ચાઈઝી આઉટલેટ અને બીજુ પોસ્ટલ એજન્ટ્સ ફ્રેન્ચાઈઝી છે. વધુમાં એજન્ટ્સ તરીકે કામ કરવાની પોસ્ટલ એજન્ટ્સ ફ્રેન્ચાઈઝી પણ મળે છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તોરમાં પોસ્ટલ સ્ટેમ્પ્સ અને સ્ટેશનરી ઘેર-ઘેર સુધી પહોંચાડે છે. પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી સ્કીમ અંતર્ગત કોઈપણ વ્યક્તિ નાની રકમ જમા કરી સામાન્ય પ્રક્રિયા બાદ પોસ્ટ ઓફિસ શરૂ કરી શકે છે. પોસ્ટ ઓફિસ એક સફળ બિઝનેસ મોડલ છે. જેમાં સારી એવી કમાણી કરી શકો છો.
કોણ લઈ શકે છે ફ્રેન્ચાઈઝી?
ફ્રેન્ચાઈઝી લેનાર વ્યક્તિની વય 18 વર્ષથી વધુ હોવી જોઈએ. પરિવારનો કોઈપણ સભ્ય પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો ન હોવો જોઈએ. ફ્રેન્ચાઈઝી લેનાર વ્યક્તિ માન્યતા પ્રાપ્ત શાળામાંથી ઓછામાં ઓછું આઠમું ધોરણ પાસ કરેલુ હોવું જોઈએ. ફ્રેન્ચાઈઝી માટે તમારે ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. ત્યારબાદ પસંદગી થવા પર ઈન્ડિયા પોસ્ટ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવાના રહેશે.
રોકાણ ઓછું કમાણી વધુ
ફ્રેન્ચાઈઝી આઉટલેટ માટે ઓછુ રોકાણ કરવાનું હોય છે. જેનું મુખ્યત્વે કામકાજ સર્વિસ પાસ કરવાનું હોય છે. જ્યારે પોસ્ટ એજન્ટ માટે થોડુ વધુ રોકાણ કરવુ પડે છે, કારણકે સ્ટેશનરીનો સામાન ખરીદવો પડે છે. પોસ્ટ ઓફિસ શરૂ કરવા માટે 200 વર્ગ ફૂટની ઓફિસ એરિયા હોવો જરૂરી છે.
રૂ. 5000ની સિક્યુરિટી રકમ
પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી શરૂ કરવા માટે સિક્યુરિટી પેટે ઓછામાં ઓછી રૂ. 5000નુ રોકાણ કરેલુ હોવુ જોઈએ. પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી માટે તમારે https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf ની વેબસાઈટની મુલાકાત લેવી પડશે. પ્રત્યેક સ્પીડ પોસ્ટ માટે રૂ. 5, મની ઓર્ડર માટે રૂ. 3-5 અને પોસ્ટ સ્ટેમ્પ તથા સ્ટેશનરી પર 5 ટકા કમિશન મળે છે. વિવિધ સેવાઓ પર અલગ-અલગ કમિશન મળે છે.