આ પાકની ખેતીમાં તગડી કમાણીની તક, ઓછા ખર્ચ અને માવજતથી ઝડપી વાવણી શક્ય
Cumin Farming: આજના મશીનરી યુગમાં હવે ફરી પાછા ભણેલા-ગણેલા યુવાનો ફરી પાછા ખેતી તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે. જો તમે પણ ખેતી મારફત સારી એવી કમાણી કરવા માગતા હોવ તો આ વિકલ્પ તમારા માટે ઉચિત બની શકે છે. જેની વર્ષ દરમિયાન માગ જળવાઈ રહેશે.
અહીં વાત કરી રહ્યા છે જીરાની ખેતી વિશે... ભારતમાં લગભગ તમામ રસોઈમાં જીરાનો વપરાશ થાય છે. જીરામાં ઔષધીય ગુણો પણ જોવા મળે છે. જેના લીધે તેની માગ બમણી છે. જીરાનો છોડ લગભગ 30 ડિગ્રીના તાપમાનમાં સુકી રેતાળ જમીન થાય છે. જીરાના પાકને પકવવામાં આશરે 110-115 દિવસ થાય છે. છોડવાની ઉંચાઈ 15થી 50 સેમી હોય છે. ભારતમાં જીરાની વાવણી ઓક્ટોબરથી નવેમ્બર સુધી થાય છે. ફેબ્રુઆરીમાં લણણી થાય છે. માર્ચ દરમિયાન બજારમાં જીરૂ વેચાણ માટે આવે છે.
આ રીતે કરો જીરાની ખેતી
જીરાની ખેતી માટે રેતાળ, ગોરાડું કે મધ્યમ કાળી જમીન યોગ્ય ગણાય છે. આવી માટીમાં જીરાની ખેતી સરળતાથી કરી શકાય છે. વાવણી પહેલાં ખેતી માટે યોગ્ય રીતે તૈયારી કરવી જરૂરી છે. ખેતરમાં જીરાની વાવણી કરવી છે, જે ખેતરમાં જીરું વાવવાનું હોય તેમાં રહેલાં નીંદણને સાફ કરવું જોઈએ. જીરાની સારી જાતોમાં ત્રણ જાતો મુખ્ય છે. RZ 19 અને 209, RZ 223 અને GC 1-2-3 જાતો સારી માનવામાં આવે છે. આ જાતોના બીજ 120-125 દિવસમાં પાકે છે. આ જાતોની સરેરાશ ઉપજ 510 થી 530 કિગ્રા પ્રતિ હેક્ટર છે. તેથી આ જાતો ઉગાડીને સારી આવક મેળવી શકાય છે.
જીરામાંથી કમાણી
દેશના 80 ટકાથી વધુ જીરું ગુજરાત અને રાજસ્થાનમાં ઉગાડવામાં આવે છે. દેશના કુલ જીરાના ઉત્પાદનના 28 ટકા ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે. જીરાની સરેરાશ ઉપજ પ્રતિ હેક્ટર 7-8 ક્વિન્ટલ છે. જીરાની ખેતીનો ખર્ચ પ્રતિ હેક્ટર 30,000થી 35,000 રૂપિયા જેટલો છે. જો જીરાનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો માનવામાં આવે તો હેક્ટર દીઠ 40,000 થી 45,000 રૂપિયાનો ચોખ્ખો નફો મેળવી શકાય છે. આવી સ્થિતિમાં જો 5 એકર જમીનમાં જીરું ઉગાડવામાં આવે તો 2 થી 2.25 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે.