બજેટ પૂર્વે બુલિશ સેન્ટીમેન્ટ : સેન્સેક્સ 741 પોઈન્ટ ઉછળીને 77500
- નિફટી સ્પોટ ૨૫૯ પોઈન્ટ ઉછળી ૨૩૫૦૮
- ચાર દિવસમાં સેન્સેક્સમાં૨૧૦૦ પોઈન્ટની તેજી
મુંબઈ : નાણા પ્રધાન નિર્મલા સીતારામન આવતીકાલે શનિવારે તેમનું આઠમું કેન્દ્રિય બજેટ રજૂ કરે એ પૂર્વે આજે રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં જીડીપી વૃદ્વિનો અંદાજ ૬.૩થી ૬.૮ ટકાની રેન્જમાં મૂકાતાં અને આ વખતે બજેટમાં લોકોની ખર્ચપાત્ર આવકમાં વધારા માટે આવક વેરામાં કેટલીક રાહત આપવાની અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે પ્રોત્સાહનો આપવામાં આવે એવી અપેક્ષા બુલિશ સેન્ટીમેન્ટ જળવાયું હતું. અહીંથી હમણા મંગળવારે જ જણાવેલું કે, શેરોમાં મહારથીઓ, ફંડો મંગળવારથી જ મોટાપાયે ખરીદદાર બની ગયા છે. જે આજે સળંગ ચોથા દિવસે ફંડોએ મોટી ખરીદી કરતાં સેન્સેક્સે ૭૭૦૦૦ની સપાટી અને નિફટીએ ૨૩૫૦૦ની સપાટી ફરી કુદાવી હતી. સેન્સેક્સ અંતે ૭૪૦.૭૬ પોઈન્ટ ઉછળી ૭૭૫૦૦.૫૭ અને નિફટી ૫૦ સ્પોટ ૨૫૮.૯૦ પોઈન્ટ ઉછળીને ૨૩૫૦૮.૪૦ બંધ રહ્યા હતા.
કન્ઝયુમર ઈન્ડેક્સની છલાંગ
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડો, મહારથીઓ નવેસરથી મોટાપાયે ખરીદદાર બનતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૫૬૦.૯૦ પોઈન્ટની છલાંગે ૫૭૮૫૧.૮૯ બંધ રહ્યો હતો. ટાઈટન રૂ.૧૨૧ વધીને રૂ.૩૪૮૯.૭૦, આદિત્ય બિરલા ફેશન રિટેલ રૂ.૭.૪૦ વધીને રૂ.૨૭૨.૯૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૮૮.૨૦ વધીને રૂ.૧૫,૦૨૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૧.૫૫ વધીને રૂ.૧૫૬૬.૬૫ રહ્યા હતા.
શેરોમાં મહારથીઓની તેજી
ચાલુ સપ્તાહમાં સોમવારે ૨૬, જાન્યુઆરીના શેરોમાં મોટું કરેકશન પૂરું કરીને બજાર તેજીના પંથ પર સવાર થયા બાદ સતત ચાર દિવસની તેજીમાં મોટો ઉછાળો આપ્યો છે. ૨૭, જાન્યુઆરીના સેન્સેક્સ ૭૫૩૬૬.૧૭ની સપાટીથી ચાર દિવસમાં ૨૧૩૪.૪૦ પોઈન્ટ વધીને આજે ૭૭૫૦૦.૫૭ અને નિફટી સ્પોટ ૨૨૮૨૯.૧૫ની સપાટીથી ૬૭૯.૨૫ પોઈન્ટ વધીને ૨૩૫૦૮.૪૦ બંધ રહ્યો છે.
પેટ્રોલ, ડિઝલને જીએસટી હેઠળ લાવવાની તૈયારી ?
પેટ્રોલ, ડિઝલને જીએસટી હેઠળ લાવવાની દિશામાં મોટા નિર્ણયની સંભાવના, અટકળો વચ્ચે આજે ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની પસંદગીની મોટી ખરીદી થઈ હતી. ઓએનજીસી રૂ.૫.૮૦ વધીને રૂ.૨૬૨.૫૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૪ વધીને રૂ.૨૦૧.૮૫, એચપીસીએલ રૂ.૬.૮૫ વધીને રૂ.૩૫૮.૧૫, બીપીસીએલ રૂ.૪.૬૫ વધીને રૂ.૨૬૧.૭૫, આઈઓસી રૂ.૧.૪૦ વધીને રૂ.૧૨૮.૫૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧.૩૦ વધીને રૂ.૧૨૬૪.૯૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૩૦.૬૮ પોઈન્ટ વધીને ૨૫૪૨૮.૯૭ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં આકર્ષણ
અમેરિકન જાયન્ટ એપલ ઈન્ક.ના પરિણામ સારા આવતાં અમેરિકી શેર બજારોમાં મજબૂતી પાછળ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ,ટેકનોલોજી શેરોમાં લેવાલી વધી હતી. નેલ્કો રૂ.૪૩.૪૫ વધીને રૂ.૧૦૩૫.૬૦, ક્વિક હિલ રૂ.૧૯.૩૫ વધીને રૂ.૪૬૩.૨૫, કેસોલ્વસ રૂ.૩૯.૮૦ વધીને રૂ.૧૦૦૬.૪૫, ૬૩ મૂન્સ રૂ.૧૪.૪૦ વધીને રૂ.૭૫૨.૪૫, જેનેસિસ રૂ.૧૫.૬૦ વધીને રૂ.૮૨૫.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૯૧.૨૪ પોઈન્ટ ળધીને ૪૧૯૫૫.૫૮ બંધ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સ ઉછળ્યો
ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોની ખરીદી આક્રમક બનતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૬૨.૪૯ પોઈન્ટ ઉછળી ૫૧૫૨૬.૮૫ બંધ રહ્યો હતો. અશોક લેલેન્ડ રૂ.૬.૮૦ વધીને રૂ.૨૧૬.૯૦, ટાટા મોટર્સ રૂ.૧૯ વધીને રૂ.૭૧૬, મારૂતી સુઝુકી રૂ.૩૧૧.૨૫ વધીને રૂ.૧૨,૩૦૮.૪૦, બજાજ ઓટો રૂ.૧૧૦.૧૫ વધીને રૂ.૮૮૬૬.૫૦, એમઆરએફ રૂ.૧૩૯૮.૧૦ વધીને રૂ.૧,૧૩,૯૬૯.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૧.૩૫ વધીને રૂ.૨૯૯૧.૬૫ રહ્યા હતા.
રોકાણકારોની સંપતિવધી
શેરોમાં આજે ખરીદી વ્યાપક બનતાં અનેક શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૧૫ લાખ કરોડ વધીને રૂ.૪૨૪.૦૨ લાખ કરોડ રહ્યું હતું.
FIIની રૂ.૧૧૮૮ કરોડની વેચવાલી
એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશમાં રૂ.૧૧૮૮.૯૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૨૩૨.૨૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.