Get The App

દશેરાના દિવસે તેજી : સોનું રૂ.78,500 જ્યારે ચાંદી રૂ.91500 બોલાઈ

- કરન્સીમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરમાં રેકોર્ડ આગેૂકૂચ

- ક્રૂડ, કોપર તથા પ્લેટીનમના ભાવ પણ વધ્યા

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
દશેરાના દિવસે તેજી : સોનું રૂ.78,500 જ્યારે ચાંદી રૂ.91500 બોલાઈ 1 - image


મુંબઈ : વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં બજાર ભાવમાં આજે દશેરાના દિવસે આગેકૂચ જળવાઈ રહી હતી. જો કે તહેવારોની માગ પણ સારી રહી હતી. દરમિયાન, અણદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૮૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૮૫૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૫૦૦ વધી રૂ.૯૧૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૪૪થી ૨૬૪૫ વાળા નીચામાં ૨૬૨૮ થયા પછી ઉંચામાં ભાવ ૨૬૬૧ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૨૬૫૬થી ૨૬૫૭ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.

મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારને કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી.

વિશ્વ બજારમાં ઈરાન-ઈઝરાઈલના યુદ્ધતર તથા ચીનના સ્ટીમ્યુઅલ પ્રોગ્રામ પર બજારની નજર હતી અને સોનામાં વૈશ્વિક સ્તરે ફંડોની લેવાલી જળવાઈ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૧.૨૯થી ૩૧.૩૦ વાળા નીચામાં ૩૧.૦૬ વાળા નીચામાં ૩૧.૦૬ થયા પછી ઉછળી ઉંચામાં ભાવ ૩૧.૬૩ થઈ છેલ્લે ભાવ ૩૧.૫૩થી ૩૧.૫૪ ડોલર રહ્યા હતા.

મુંબી બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૫૩૨૦ વાળા રૂ.૭૫૭૦૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૫૬૨૩ વાળા રૂ.૭૬૦૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૯૯૬૩ વાળા રૂ.૯૧૦૦૦ રહ્યા હતા. મ્

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૪.૦૬થી ૮૪.૦૭ વાળા વધુ વધી રૂ.૮૪.૧૦થી ૮૪.૧૧ બોલાઈ રહ્યા હતા.  વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૭૮થી ૯૭૯ વાળા નીચામાં ૯૭૧ તથા ઉંચામાં ૯૮૮ થઈ છેલ્લે ભાવ ૯૮૭થી ૯૮૮ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ૧૦૭૪થી ૧૦૭૫ વાળા નીચામાં  ૧૦૬૨ તથા ઉંચામાં ૧૦૮૯ થઈ છેલ્લે ભાવ ૧૦૭૧થી ૧૦૭૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે દોઢ ટકો ઉંચા બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. 

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૫.૭૧ વાળા નીચામાં ૭૮.૦૪ તથા ઉંચામાં ભાવ ૭૯.૫૦ થઈ છેલ્લે ભાવ ૭૯.૦૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૫.૨૩ વાળા નીચામાં ૭૪.૫૩ તથા ઇંચામાં ભાવ ૭૬.૦૪  થઈ છેલ્લે ભાવ ૭૫.૫૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા

bullion

Google NewsGoogle News