Get The App

બજેટમાં મિડલ ક્લાસને મોટી રાહતની શક્યતા! FDના વ્યાજ પર લાગતાં ટેક્સ મુદ્દે થઈ શકે છે જાહેરાત

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
બજેટમાં મિડલ ક્લાસને મોટી રાહતની શક્યતા! FDના વ્યાજ પર લાગતાં ટેક્સ મુદ્દે થઈ શકે છે જાહેરાત 1 - image


Budget 2025 Expectations: કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં બજેટ રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટને લઈને ટેક્સ પેયર્સ અને નોન-ટેક્સ પેયર્સ બંને જ મોટી આશા લગાવીને બેઠા છે. બજેટમાં મિડલ ક્લાસને મોટી રાહતની શક્યતા દેખાઈ રહી છે. બજેટ પહેલા એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જો તમે બેંકમાં FD કરો છો તો તેના પર ટેક્સ ઓછો લાગશે અથવા તો કદાચ નહીં લાગશે. અત્યાર સુધી FD પર મળતા વ્યાજ પર ટેક્સ લગાવવામાં આવતો હતો. પરંતુ બેંકો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે FD પર લાગતા ટેક્સને હટાવી દેવો જોઈએ. બેંકોનું કહેવું છે કે જો સરકાર ટેક્સ હટાવવાનો નિર્ણય લેશે તો તેનાથી બેંક ડિપોઝીટને પ્રોત્સાહન મળશે.

FD પર ટેક્સ ઈન્સેન્ટીવ આપવાની માગ

જો નાણામંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવે છે, તો તેનાથી એવા લોકોને ઘણો ફાયદો થશે જેઓ બેંકમાં પૈસા જમા કરાવે છે અને તેના પર મળતા વ્યાજ દ્વારા પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. એક અહેવાલ પ્રમાણે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે બજેટ પહેલા યોજાયેલી મીટિંગમાં નાણાકીય સંસ્થાઓ, ખાસ કરીને બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર ટેક્સ ઈન્સેન્ટીવ આપવાની માગ કરી છે. તેમણે તર્ક આપ્યો હતો કે, તેનાથી બચતમાં વધારો થશે. બેંકો તરફથી આ સૂચન તાજેતરમાં સેવિંગમાં આવેલા ઘટાડાને કારણે આવ્યું છે. આ જ કારણ છે કે બેંકોને લોન આપવા માટે નાણાંની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં મધુર સંગીત! ઠાકરે જૂથ બાદ હવે સુપ્રિયા સુલેએ પણ કર્યા ફડણવીસના વખાણ

શેર માર્કેટમાં પૈસા લગાવવા પર ઓછો ટેક્સ

અહેવાલ પ્રમાણે એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ રાધિકા ગુપ્તાએ નાણામંત્રી સાથેની પ્રી-બજેટ મીટિંગમાં કેપિટલ માર્કેટની કાર્યક્ષમતા અને સર્વસમાવેશકતામાં સુધારા માટે સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, બોન્ડ્સ અને ઈક્વિટી શેર્સમાં લાંબા ગાળાની બચતને પ્રોત્સાહન આપવા ભલામણો કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મીટિંગમાં નાણા સચિવ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) સચિવ, આર્થિક બાબતો અને નાણાકીય સેવાઓ વિભાગના સચિવ અને મુખ્ય આર્થિક સલાહકાર પણ સામેલ થયા હતા. બેંકોએ સરકારને કહ્યું છે કે જો તમે બેંકમાં પૈસા જમા કરો છો તો તેના પર ટેક્સ ઓછો હોવો જોઈએ કારણ કે શેરબજારમાં પૈસા રોકવા પર ઓછો ટેક્સ લાગે છે. લોકો બેંકમાં વધુને વધુ પૈસા જમા કરે તે માટે આ સૂચન આપવામાં આવ્યું હતું.

કેવી રીતે થશે ફાયદાકારક?

જો કોઈ વ્યક્તિની 10 લાખ રૂપિયાની FD છે અને તેને વાર્ષિક 8 ટકા વ્યાજ મળી રહ્યું છે તો તેને પાંચ વર્ષમાં કુલ 4 લાખ રૂપિયા વ્યાજ મળશે. ધારો કે જો તે 30%ની ઈન્કમ ટેક્સ કેટેગરીમાં આવે છે તો 40,000 રૂપિયા સુધીની FD વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી. આ મર્યાદાથી વધુ રકમ પર આ સ્લેબ રેટ મુજબ ટેક્સ ભરવાનો રહેશે. હાલના નિયમો પ્રમાણે જોઈએ તો તેણે 3.60 લાખ રૂપિયા પર 30% ટેક્સ ચૂકવવો પડશે, જે 1.08 લાખ રૂપિયા થાય છે. પરંતુ જો શેર માર્કેટમાં પૈસા લગાવવા પર લાગતો ટેક્સ (LTCG) અહીં લાહુ થાય તો તેને માત્ર 12.5% જ ​​ટેક્સ ચૂકવવો પડે, એટલે કે કુલ 45,000 રૂપિયા. આ રીતે તેને લગભગ 63,000 રૂપિયાનો ફાયદો થાય છે.


Google NewsGoogle News