Budget 2025: બજેટને સરળતાથી સમજવા માટે સમજો આ શબ્દો, વારંવાર થાય છે ઉપયોગ
Union Budget 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3.0 સરકારનું આજે પ્રથમ પૂર્ણ બજેટ રજૂ થવાનું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા છે. આ બજેટમાં અનેક વિકાસલક્ષી અને સામાન્ય પ્રજાને કેન્દ્રિત જાહેરાતો થવાની સંભાવના છે. નાણાકીય વર્ષ માટે રજૂ થતા બજેટમાં નાણા મંત્રી અમુક શબ્દોનો વારંવાર ઉપયોગ કરે છે. જેને જાણવા અને સમજવા જરૂરી છે. આવો જાણીએ ટેક્નિકલ શબ્દોનો અર્થ...
ડાયરેક્ટ ટેક્સ
ડાયરેક્ટ ટેક્સ એ એવો ટેક્સ છે જેની સીધી ચૂકવણી સરકારને થાય છે. ઈનકમ ટેક્સ, વેલ્થ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ સહિતના ટેક્સ ડાયરેક્ટ ટેક્સ છે.
ઈનડાયરેક્ટ ટેક્સ
ઈનડાયરેક્ટ ટેક્સ એ ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર લાદવામાં આવેલો કર છે. જેમ કે જીએસટી. ઈનડાયરેક્ટ ટેક્સ પ્રજા કે વેપારી દ્વારા લેવામાં આવતી સેવાઓ, સામાન પર પરોક્ષ રીતે ટેક્સ લગાવવામાં આવે છે. જેમાં એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, સર્વિસ ચાર્જ, GAST સામેલ છે.
રાજકોષીય ખાધ
રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ), જે કેન્દ્ર સરકારની કમાણી અને ખર્ચ વચ્ચેનો તફાવત છે. આયાત અને નિકાસ મારફત થતી કમાણી વચ્ચેનો તફાવત છે. જે દેશની આર્થિક સ્થિતિ દર્શાવે છે.
નાણાકીય વર્ષ (ફાઈનાન્સિયલ યર)
નાણાકીય વર્ષ જે નાણાકીય બાબતોના હિસાબ માટેનુ આધાર વર્ષ છે. નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચે પૂર્ણ થાય છે. એકાઉન્ટિંગ, બજેટમાં આ વર્ષનો આધાર તરીકે ઉપયોગ થાય છે.
ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)
દેશના આર્થિક વિકાસની સ્થિતિ દર્શાવે છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જે એક વર્ષમાં દેશના તમામ ગુડ્સ અને સર્વિસિઝની કુલ વેલ્યૂ દર્શાવે છે. જેના પરથી દેશના અર્થતંત્રની પરિસ્થિતિનો અંદાજ મેળવી શકાય છે.
આ પણ વાંચોઃ Budget 2025 LIVE: બજેટને મોદી કેબિનેટની મંજૂરી, થોડીવારમાં સંસદમાં રજૂ કરશે નિર્મલા સીતારમણ
ફાઈનાન્સિયલ બિલ
ફાઇનાન્સ બિલ નવા ટેક્સ અને બજેટમાં પ્રસ્તાવિત ટેક્સ સ્લેબમાં ફેરફાર સાથે સંબંધિત છે. જે નાણાકીય બાબતોમાં સુધારા-વધારા કરતો પ્રસ્તાવ છે.
બજેટ અંદાજ
બજેટ અંદાજ એ વિવિધ મંત્રાલયો, વિભાગો અને યોજનાઓને ફાળવવામાં આવેલી રકમનો અંદાજ છે, જે જણાવે છે કે નાણાં ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં લેવાશે.
નવી ટેક્સ પ્રણાલી
બજેટ 2025માં નવી ટેક્સ પ્રણાલીમાં મોટા સુધારા થવાની અપેક્ષા છે. જે 2022માં શરૂ થઈ હતી. હાલ કરદાતાઓને નવી અને જૂની બંને ટેક્સ પ્રણાલીમાં પસંદગીનો વિકલ્પ મળે છે. આ પ્રણાલીમાં ટેક્સ સ્લેબ છથી વધારી સાત થવાની સંભાવના છે.