Get The App

બજેટમાં આ જાહેરાત થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ એક ઝાટકે ઘટી જશે, જાણો કેવી રીતે?

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
Union Budget 2024


Budget 2024: મોદી સરકારની ત્રીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ 2024-25 આજે રજૂ થવાનું છે. સૌ કોઈની નજર નાણા મંત્રી નિર્મલા સીતારમણ પર છે કે, તે મોટી જાહેરાતો કરી શકે છે. આ વખતે બજેટમાં તમામ વર્ગને અનુલક્ષીને નીતિઓ ઘડવામાં આવી હોવાની અપેક્ષા નિષ્ણાતો અને ઉદ્યોગ દિગ્ગજો વ્યક્ત કરી રહ્યા છે. જેમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટી હેઠળ આવરી લેવાની જાહેરાત થઈ શકે છે. 

એનર્જી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોને અપેક્ષા છે કે, મોદી સરકાર આ વખતે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટી હેઠળ આવરી લેવાની જાહેરાત કરશે.

પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવાશે

1 જુલાઈના રોજ મોદી સરકારે જીએસટી લાગૂ કરવાની જાહેરાત કરી હતી. જીએસટી લાગુ કરવા પાછળનો ઉદ્દેશ વન નેશન વન ટેક્સ પોલિસી લાગુ કરવાનો હતો. જેમાં સમયાંતરે સુધારા-વધારા થઈ રહ્યા છે. જો કે, છેલ્લા સાત વર્ષથી માગ હોવા છતાં પેટ્રોલ-ડીઝલ, નેચરલ ગેસ, એવિએશન ટર્બાઈન ફ્યુલ જેવી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીમાં સ્થાન આપ્યું નથી.

બજેટ 2024-25માં મહિલાઓ પર ફોકસ કરાશે, આ યોજના દેશભરમાં લાગુ થવાની આશા

પેટ્રોલ અને ડીઝલ પર VAT લાગુ

પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર હજુ પણ એક્સાઈઝ ડ્યુટી અને VAT જેવા કર લાદવામાં આવે છે. જો પેટ્રોલિયમ પેદાશો પરના અલગ-અલગ ટેક્સ દૂર કરવામાં આવે અને માત્ર GST લાગુ કરવામાં આવે તો તેનાથી કિંમતો ઘટી શકે છે. ઉપરાંત વેપારીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો દાવો કરી શકે છે. તેનાથી તેમનો કુલ ખર્ચ પણ ઘટશે.

પેટ્રોલ-ડીઝલના ભાવ ચાર મુખ્ય પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે:

બેઝિક પ્રાઈસ: કોઈપણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની બેઝિક પ્રાઈસમાં પરિવહન ખર્ચ પણ સામેલ છે.

ડીલરનું કમિશન: ડીલરનું કમિશન બેઝિક પ્રાઈસમાં ઉમેરવામાં આવે છે.

એક્સાઈઝ ડ્યુટીઃ કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ એક્સાઈઝ ડ્યૂટી પણ તેમાં સામેલ છે.

વેલ્યૂ એડેડ ટેક્સ (VAT): બાદમાં રાજ્ય સરકાર પોતાની તરફથી VAT લાગૂ કરે છે. જે રાજ્યવાર અલગ-અલગ હોય છે.

આ તમામ પરિબળો ભેગા થઈને એક કિંમત બને છે, જે પેટ્રોલ-ડીઝલની અંતિમ કિંમત હોય છે.

શું જીએસટીથી પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે?

જો એક્સાઈઝ ડ્યુટી અને VAT દૂર કરવામાં આવે અને તેના સ્થાને એક જ ટેક્સ અર્થાત જીએસટી લાગુ કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલની કિંમત સસ્તી થઈ શકે છે. જેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવો દેશભરમાં એકસમાન થશે. અને ગ્રાહકોને રાહત મળશે. જો નાણામંત્રી નિર્મલા સીતારમણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટી હેઠળ લાવવાનો નિર્ણય કરે તો ઉદ્યોગોની સાથે ગ્રાહકોને પણ રાહત મળી શકે છે. એક્સાઈઝ ડ્યુટી અને VAT ને બદલે માત્ર એક જ ટેક્સ GST લાદવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાથી માત્ર ઉદ્યોગ જ નહીં સામાન્ય માણસ પણ પરેશાન છે. 


  બજેટમાં આ જાહેરાત થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ એક ઝાટકે ઘટી જશે, જાણો કેવી રીતે? 2 - image


Google NewsGoogle News