જો 23 જુલાઈએ મોદી સરકારે આ નિર્ણય લીધો, તો તમને મળશે મિનિમમ રૂ. 25 હજાર સેલેરી

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
Nirmala-Sitharaman


Budget Expectations 2024: 22 જુલાઈથી કેન્દ્ર સરકારનું બજેટ સત્ર શરુ થશે અને તેના એક દિવસ બાદ એટલે કે 23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટથી લોકોને વધુ આશા છે. મધ્યમ વર્ગના લોકોને લાગે છે કે આ વર્ષે સરકાર તેમને થોડી રાહત મળી રહે એવા નિર્ણય લઇ શકે છે. જેમાં કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે. લઘુતમ 15 હજાર પગાર ધરાવતા કર્મચારીઓનો પગાર વધારીને 25 હજાર રૂપિયા થઈ શકે છે.

દેશમાં 10 વર્ષથી લઘુતમ વેતનમાં વધારો થયો નથી

હાલમાં કેન્દ્ર સરકારના એમ્પ્લોઇમેન્ટ પ્રોવિડન્ટ ફંડ માટે લઘુતમ પગાર રૂ. 15,000 છે. શ્રમ અને રોજગાર મંત્રાલએ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં આ વર્ષના બજેટમાં વધારીને રૂ. 25,000 કરવામાં આવી શકે છે. 23 જુલાઈએ નાણામંત્રી બજેટમાં તેની જાહેરાત કરીને વર્ષોથી ચાલી આવતી માંગને પૂરી કરી શકે છે.

દેશમાં છેલ્લા 10 વર્ષથી લઘુતમ વેતનમાં વધારો થયો નથી. જયારે ફુગાવામાં સતત વધારો થતો રહે છે. છેલ્લે 1 સપ્ટેમ્બર 2014ના રોજ લઘુતમ વેતન રૂ. 6,500થી વધારીને  રૂ. 15,000 કરવામાં આવ્યું હતું.

ESIC એ 2017માં જ લઘુતમ પગારમાં વધારો કર્યો હતો

હાલમાં સેન્ટ્રલ એમ્પ્લોઇમેન્ટ પ્રોવિડન્ટ ફંડમાં લઘુતમ વેતન રૂ. 15 હજાર રૂપિયા છે. જો કે, કર્મચારી રાજ્ય વીમા નિગમમાં લઘુતમ વેતન રૂ. 21 હજાર રૂપિયા છે. ESIC એ વર્ષ 2017માં જ લઘુતમ પગારમાં વધારો કર્યો હતો. EPF ખાતામાં કર્મચારી અને એમ્પ્લોયર બંને મળીને બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાના 12-12 ટકા યોગદાન આપે છે. આમાં, કર્મચારીઓનું સંપૂર્ણ યોગદાન EPFO ​​ખાતામાં જમા થાય છે અને એમ્પ્લોયરનું 8.33 ટકા યોગદાન કર્મચારી પેન્શન યોજનામાં અને 3.67 ટકા યોગદાન પીએફ ખાતામાં જાય છે.

આ પણ વાંચો: બજેટમાં છૂટક કામ કરતાં કામદારોને એક્સિડેન્ટલ અને મેડિકલ ઈન્સ્યોરન્સની ભેટ મળી શકે છે

જો 23 જુલાઈએ મોદી સરકારે આ નિર્ણય લીધો, તો તમને મળશે મિનિમમ રૂ. 25 હજાર સેલેરી 2 - image


Google NewsGoogle News