Budget 2024: બજેટમાં PF અંગે મોટી જાહેરાત થવાની શક્યતા, લાખો કર્મચારીઓને થશે અસર
Budget 2024-25 Annoucements: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની એનડીએ સરકાર બજેટ 2024-25 રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આશા છે કે, આગામી 22 જુલાઈના સંસદમાં બજેટ રજૂ કરી શકે છે, જો કે, હજી તારીખ નિશ્ચિત થઈ નથી. પરંતુ લોકોને અપેક્ષા છે કે, સરકાર મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગને ધ્યાનમાં રાખી બજેટ રજૂ કરી શકે છે.
પગાર મર્યાદા રૂ. 25 હજાર થઈ શકે
એક મીડિયા રિપોર્ટ અનુસાર, કર્મચારી ભવિષ્ય નિધી સંગઠન (EPFO) કર્મચારીઓની પગાર મર્યાદામાં વધારો કરી શકે છે. કેન્દ્રિય નાણાં મંત્રાલય એક દાયકા સુધી આ મર્યાદા રૂ. 15000 કર્યા બાદ હવે તેમાં વધારો કરવા વિચારી શકે છે. અપેક્ષા છે કે, સરકાર આ મર્યાદા વધારી રૂ. 25 હજાર કરી શકે છે. જેના માટે શ્રમ અને રોજગાર મંત્રાલયે પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
સપ્ટેમ્બર, 2014માં ફેરફાર થયો હતો
પ્રોવિડન્ટ ફંડ (પીએફ) એ કેન્દ્ર સરકાર દ્વારા સમર્થિત બચત અને રિટાયરમેન્ટ ફંડ છે. જેમાં સામાન્ય રીતે નોકરિયાત વર્ગ અને તેના એમ્પ્લોયર દ્વારા યોગદાન આપવામાં આવે છે. જેનો ઉદ્દેશ કર્મચારોને તેમના રિટાયરમેન્ટ દરમિયાન ફાઈનાન્સિયલ સિક્યુરિટી ઉપલબ્ધ કરાવવા માગે છે. જેથી કર્મચારીઓ માટે સૌથી સુરક્ષિત અને ટેક્સ અસરકારક નિવૃત્તિના લાભો પણ મળે છે. ઉલ્લેખનીય છે, પ્રોવિડન્ટ ફંડ મર્યાદા હાલ રૂ. 15 હજાર છે. જે 1 સપ્ટેમ્બર, 2024ના રોજ રૂ. 6500 વધારવામાં આવી હતી.
ઈપીએફ શું છે
1. કેન્દ્ર સરકાર પગારદારોને સોશિયલ સિક્યુરિટી સ્કીમ છે.
2. આ સ્કીમમાં ભાગ લેવા માટે ફરિજ્યાતપણે તમારો પગાર રૂ. 15000 પ્રતિ માસ હોવો જરૂરી છે.
3. જો તમે નોકરી કરો છો, તો તમારી કંપની તમારા પગારનો અમુક હિસ્સો પીએફ માટે જમા કરે છે.
4. કેન્દ્ર સરકારના પીએફ ફંડમાં આ રકમ જમા થાય છે, જે જરૂરિયાત સમયે વ્યાજ સહિત તમને વળતર આપે છે.
5. કંપની તમને ઈપીએફ એકાઉન્ટ નંબર આપે છે. આ એકાઉન્ટ નંબર પણ તમારા માટે બેન્ક એકાઉન્ટની જેમ છે. જેમાં તમે જમા રકમ જોઈ શકો છો, અને ભવિષ્યમાં ઉપાડ પણ કરી શકો છો.
પીએફ માટે કેવી રીતે રકમ ફાળવાય છે
પગારદારના પગારમાંથી પીએફ માટે રકમ ઈપીએફઓ એક્ટ અંતર્ગત જમા થાય છે. જેમાં કર્મચારીના પીએફ એકાઉન્ટમાં પગારના 12 ટકા હિસ્સો જમા થાય છે. જેમાં કંપની તરફથી 3.67 ટકા યોગદાન સામેલ છે. જ્યારે પગારદારના પગારમાંથી 8.33 ટકા રકમ પેન્શન સ્કીમમાં જમા થાય છે.