Budget 2024: કેપિટલ ગેઈન્સ ટેક્સમાં વૃદ્ધિની નાના રોકાણકારો પર કોઈ અસર નહીં, જાણો કેવી રીતે
Image: IANS |
Union Budget LTCG, STCG, STT Rate Hike: કેન્દ્રીય બજેટ 2024માં તમામ ફાઈનાન્સિયલ અને નોન- ફાઈનાન્સિયલ એસેટ્સ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 10 ટકાથી વધારી 12.5 ટકા કરવામાં આવ્યો છે, બીજી બાજુ અમુક એસેટ્સ પર શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારી 20 ટકા કરવામાં આવ્યો છે. કેપિટલ ગેઈન ટેક્સમાં વૃદ્ધિના કારણે શેરબજારમાં મોટાપાયે વોલેટિલિટી વધી છે. સેન્સેક્સ 750 પોઈન્ટ તૂટી 80000નું લેવલ તોડ્યું છે, જો કે, નિફ્ટીએ 24000નું લેવલ જાળવી રાખ્યું છે.
નોંધનીય છે, કે, બજેટમાં કેપિટલ ગેઈન્સમાં કરવામાં આવેલા વધારાથી નાના રોકાણકારોને કોઈ નુકસાન નથી, મોટા અને બલ્કમાં કમાણી કરતાં રોકાણકારો પર ટેક્સનો બોજો વધ્યો છે. કેપિટલ ગેઈન્સમાં વધારો કરવા પાછળનો હેતુ શેરબજારમાં વધી રહેલી સટ્ટાકીય પ્રવૃત્તિઓ પર અંકુશ લાદવાનો છે. આવો જાણીએ કેવી રીતે નાના રોકાણકારો પર અસર થશે નહીં.
LTCG મર્યાદા વધારી 1.25 લાખ કરવામાં આવી
કેન્દ્ર સરકારે લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ વધારી 12.5 ટકા કર્યો છે, જો કે, સાથે સાથે તેની ટેક્સ બાકાત મર્યાદા પણ રૂ. 1 લાખથી વધારી રૂ. 1.25 લાખ કરી છે. જેથી નાના રોકાણકારો કે, જેઓ 1 વર્ષથી વધુ સમયના રોકાણ પર 1.25 લાખ કે તેથી ઓછો નફો બુક કરે છે. તેઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
આ પણ વાંચોઃબજેટમાં ટેક્સ વધારાની જાહેરાત સાથે આજે શેરબજારમાં વેચવાલીનું પ્રેશર, સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો
રોકાણકારોને ટેક્સમાં થશે બચત
ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર દિવ્યા બવેજાએ જણાવ્યા પ્રમાણે, એક વર્ષથી વધુ સમયના રોકાણ પર થતો રૂ. 1.25 લાખ સુધીના નફા પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જ્યારે કુલ 2 લાખના નફા પર માત્ર રૂ. 75000 રકમ પર જ કુલ રૂ. 9375 (4 ટકા સેસ, સરચાર્જ વિના) લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ ચૂકવવો પડશે. જે અગાઉ રૂ. 10400 ચૂકવવાનો થતો હતો. એટલે કે, રોકાણકારોને ટેક્સમાં રૂ. 650ની બચત થશે.
શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સમાં વૃદ્ધિ એ ચિંતાજનક
રિપોર્ટ અનુસાર, મોટાભાગના નાના રોકાણકારો લાંબાગાળાના વ્યૂહ સાથે રોકાણ કરતાં હોય છે, જ્યારે સટ્ટોડિયાઓ અને મોટા રોકાણકારો ઈન્ટ્રા ડે કે, શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરતાં હોય છે. જેથી અમુક નાણાકીય સંપત્તિમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ 20 ટકા કરવાનો નિર્ણય ચિંતાજનક છે.