Get The App

બજેટમાં આ નિર્ણયથી પગારદારોને લાભ, ટીડીએસ ઓછો કપાશે અને વધુ પગાર ઘરે લઈ જઈ શકશે

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
salaried class TCS

Image: FreePik


Union Budget 2024: નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં પગાર પર કપાતા TDS મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારની સીધી અસર કર્મચારીઓના પગાર પર જોવા મળી શકે છે.

બજેટ અનુસાર, જો પગારદાર વર્ગ આ શરતનું પાલન કરે તો ટીડીએસનો બોજ ઘટાડી શકશે. આ બચત વિકલ્પ સરકાર દ્વારા એવા પગારદારોને આપવામાં આવ્યો છે, જેઓ જૂની ટેક્સ વ્યવસ્થા અનુસાર ટેક્સની ચૂકવણી કરે છે. આ નિયમમાં ફેરફાર પહેલી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ UPI કરવા જતાં ખોટું ટ્રાન્ઝેક્શન થઈ જાય તો ટેન્શન ના લેતા, આ પ્રક્રિયા ફોલો કરી પૈસા પાછળ મળી જશે!

TCSનો લાભ મળશે

સરકારે કર્મચારીઓના પગાર પર કાપવામાં આવતા TDSમાં ટેક્સ કલેક્ટેડ સોર્સ એટલે કે TCS ક્રેડિટ આપવાની દરખાસ્ત કરી છે. હવે કંપનીઓ ટીસીએસ પ્રમાણે કપાતની વિચારણા કરી શકે છે. જેથી પગારમાં કપાતો ટીડીએસ ઘટશે અને પગારદાર ઘરે વધુ રોકડ લઈ જઈ શકશે. આરબીઆઈની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ ટીસીએસ લાગુ થાય છે. જેમાં પ્રત્યેક વ્યક્તિને વાર્ષિક ધોરણે 2.5 લાખ ડોલરની રેમિટ આપવામાં આવે છે.

વિદેશ પ્રવાસ પર ચૂકવવો પડે છે TCS  

સરકાર વિદેશ પ્રવાસ પર ટીસીએસ લાગુ કરે છે. રૂ. 10 લાખથી વધુ રકમ વિદેશ મોકલવા પર ટીસીએસ કપાય છે. વિદેશ પ્રવાસ પર રૂ. 7 લાખથી વધુના રેમિટન્સ પર પણ 5 ટકા, તેમજ રૂ. 10 લાખથી વધુ રકમ વિદેશ મોકલવા પર પણ 5 ટકા ટીસીએસ લાગુ થાય છે. તેની ચૂકવણી કરનારા કરદાતાઓ આઈટીઆર ફાઈલિંગ દરમિયાન તેનો ક્લેમ કરતાં હતાં. નવો નિયમ લાગુ થયા બાદ હવે કંપનીઓએ ટીસીએસ પર વિચાર કરવો પડશે, જેથી કરવેરાનો બોજ ઘટશે.

બજેટમાં આ નિર્ણયથી પગારદારોને લાભ, ટીડીએસ ઓછો કપાશે અને વધુ પગાર ઘરે લઈ જઈ શકશે 2 - image


Google NewsGoogle News