Get The App

164 વર્ષ પહેલા આવ્યું હતું ભારતનું પહેલું વચગાળાનું બજેટ, અત્યાર સુધીમાં એકવાર થયું હતું લીક, સીતારમણનો રેકોર્ડ

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
164 વર્ષ પહેલા આવ્યું હતું ભારતનું પહેલું વચગાળાનું બજેટ, અત્યાર સુધીમાં એકવાર થયું હતું લીક, સીતારમણનો રેકોર્ડ 1 - image


Budget Facts: 164 વર્ષ પહેલા આવ્યું હતું ભારતનું પહેલું વચગાળાનું બજેટ, અત્યાર સુધીમાં એકવાર થયું હતું લીક, સીતારમણનો રેકોર્ડનાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્ર સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરશે. આ તેમનું છઠ્ઠું બજેટ હશે. હવે સવાલ એ થાય છે કે આખરે આ વચગાળાનું બજેટ શું હોય છે અને આ સામાન્ય બજેટથી અલગ કેમ હોય છે. આવા અનેક સવાલોના જવાબો અને બજેટ બાબતે ફેક્ટ જાણીશું. 

શું હોય છે વચગાળાનું બજેટ?

વચગાળાનું બજેટ એક કામચલાઉ નાણાકીય બજેટ છે, જે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ બજેટ નવી સરકાર શાસન ન સંભાળે ત્યાં સુધી જ માન્ય રહેશે. જેમ કે, આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે દેશમાં ચૂંટણી યોજાવાની છે. તેથી આ એક વચગાળાનું બજેટ હશે. વચગાળાનું બજેટ વાર્ષિક કે સામાન્ય બજેટથી અલગ હોય છે. તેમા નાણાકીય વર્ષના શરુઆતના મહિનાને કવર કરનારુ એક નાનું બજેટ બનાવવામાં આવે છે. આ બજેટથી સરકાર પોતાની આવક અને ખર્ચની રુપરેખા તૈયાર કરે છે, જેમાં તે ચૂંટણી પછી નવી સરકારની રચના થાય ત્યાં સુધી ચૂંટણી ખર્ચનું સરળતાથી સંચાલન કરી શકે. 

1860 માં ભારતનું પ્રથમ બજેટ

ભારતનું પ્રથમ બજેટ સ્કોટિશ અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે કામ કર્યું અને બ્રિટિશ શાસન દરમિયાન, વર્ષ 1860 માં, તેમણે ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું, જે વચગાળાનું બજેટ હતું.

આઝાદ ભારતનું પ્રથમ બજેટ રજૂ થયું વર્ષ 1947 માં

આઝાદી પછી વર્ષ 1947 માં આરકે સનમુખમ ચેટ્ટીએ દેશનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં અનાજની અછત પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ સિવાય દેશ પર વધતી આયાત અને મોંઘવારીનું દબાણ પણ મહત્વનો મુદ્દો હતો.

પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાની શરુઆત 

વર્ષ 2016 સુધી બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવતું હતું. તેમાં ફેરફાર કરીને મોદી સરકારે પહેલી ફેબ્રુઆરીએ બજેટ લાવવાની ખાતરી આપી છે. નાણામંત્રી યશવંત સિંહાએ ગુલામીની નિશાનીનો અંત લાવવા વર્ષ 2001માં પ્રથમ વખત બજેટના સમયમાં ફેરફાર કર્યો હતો. અગાઉ તે સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું કારણ કે જ્યારે ભારતમાં સાંજે 5 વાગ્યા હોય છે, ત્યારે બ્રિટનમાં સવારનો સમય હોય છે. આથી તમની સુવિધા માટે બજેટ સાંજે રજૂ કરવામાં આવતું હતું. યશવંત સિન્હાએ તે બદલીને ભારતીય અનુકુળતા મુજબ કર્યું.

સૌથી લાંબુ બજેટ ભાષણ

નિર્મલા સીતારમણના નામે બજેટ સંબંધિત કેટલાક રેકોર્ડ પણ નોંધાયેલા છે. ભારતના ઈતિહાસમાં વર્ષ 2020 માં સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ તેમના નામે છે. તે વર્ષે નિર્મલા સીતારમણે 2 કલાક 42 મિનિટનું બજેટ ભાષણ આપ્યું હતું. આ રીતે તેણે પોતાનો એક વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 2019માં તેમણે 2 કલાક 7 મિનિટનું રેકોર્ડ બજેટ ભાષણ આપ્યું હતું. જો કે, શબ્દોની દ્રષ્ટિએ તે પૂર્વ નાણામંત્રી મનમોહન સિંહ કરતા ઓછો હતો.

પ્રથમ બજેટમાં જ સીતારમણે બદલી દાયકાઓ જૂની પ્રથા

સીતારમણે 2019 માં નાણામંત્રી તરીકે જયારે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે બ્રીફકેસની દાયકાઓ જૂની પ્રથાનો અંત લાવ્યા હતા. નિર્મલા સીતારમણ ખાતાવહીના રૂપમાં બજેટ લાવ્યા. ત્યારથી, બજેટ ફક્ત લાલ કપડાની ખાતાવહીમાં આવે છે, જેના પર રાષ્ટ્રીય પ્રતીક રહે છે.

બજેટ પહેલા હલવા સેરેમની 

ભારતીય પરંપરામાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત મીઠું મોઢું કરવાની પ્રથા છે. વર્ષો જુની પ્રથા પ્રમાણે કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં હલવા સેરેમની સાથે બજેટ તૈયાર કરવાની શરુઆત કરવામાં આવે છે. તેમજ બજેટ અંગેની કોઈ માહિતી લીક ન થાય તેમજ ગુપ્તતા જાળવવા બજેટ સાથે જોડાયેલા દરેક અધિકારીઓ, જ્યાં સુધી નાણામંત્રી બજેટ રજૂ ન કરે ત્યાં સુધી નાણા મંત્રાલયમાં રહે છે. 

સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ

ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે આ રેકોર્ડ છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં કુલ 38 નાણામંત્રી રહ્યા છે. આઝાદી પછી ઈતિહાસમાં ઘણા ઓછા એવા નાણામંત્રી છે જેમને પાંચ-પાંચ બજેટ રજૂ કરવાની તક મળી હોય. આ યાદીએ નિર્મલા સીતારમણની નામ સામેલ છે. આ ઉપરાંત મનમોહન સિંહ, અરુણ જેટલી, પી ચિદમ્બરમ અને યશવંત સિંહા એકમાત્ર એવા નાણામંત્રી છે જેમણે પાંચ વખત બજેટ રજૂ કર્યું છે. તેમજ છ બજેટ રજૂ કરનાર મંત્રીમાં મોરારજી દેસાઈનું નામ મોખરે હતું. મોરારજી દેસાઈએ પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષે બજેટ રજૂ કરતાની સાથે જ નિર્મલા સીતારમણ મોરારજી દેસાઈની બરાબરી પર આવી જશે.

પ્રથમ વખત મહિલા દ્વારા વચગાળાનું બજેટ

ત્યારથી નિર્મલા સીતારમણ સતત નાણા મંત્રાલય સંભાળી રહી છે અને મોદી સરકારના તમામ બજેટ રજૂ કરી રહી છે. 2019 પછી, તેમણે 2020, 2021, 2022 અને 2023 માં બજેટ રજૂ કર્યું છે. હવે આ વર્ષે તે પોતાનું છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ ચૂંટણી વર્ષ હોવાથી, આ વર્ષનું બજેટ વચગાળાનું બજેટ હશે. આ રીતે નિર્મલા સીતારમણ પ્રથમ વખત વચગાળાનું બજેટ રજૂ કરશે. આ સાથે ઈતિહાસ રચાશે કે પહેલીવાર કોઈ મહિલાએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હોય. 

1950 માં બજેટની માહિતી થઇ હતી લીક 

જો કે બજેટને લઈને ઘણી સાવધાની અને ગુપ્તતા રાખવામાં આવે છે, પરંતુ વર્ષ 1950 માં તત્કાલિન નાણામંત્રી જોન મથાઈના કાર્યકાળ દરમિયાન બજેટની માહિતી લીક થઇ હતી. આ પછી, વર્ષ 1980 માં બજેટ પ્રિન્ટીંગ મશીનોને રાષ્ટ્રપતિ ભવનમાંથી હટાવીને મિન્ટો રોડ પર ખસેડવામાં આવ્યા હતા.

164 વર્ષ પહેલા આવ્યું હતું ભારતનું પહેલું વચગાળાનું બજેટ, અત્યાર સુધીમાં એકવાર થયું હતું લીક, સીતારમણનો રેકોર્ડ 2 - image


Google NewsGoogle News