Get The App

Tax Free Countries: દુનિયાના એવા દેશ જ્યાંની સરકાર જનતા પાસેથી એક પૈસાનો પણ નથી લેતી ટેક્સ!

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
Tax Free Countries: દુનિયાના એવા દેશ જ્યાંની સરકાર જનતા પાસેથી એક પૈસાનો પણ નથી લેતી ટેક્સ! 1 - image


Interim Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. કોઈપણ દેશની સરકાર માટે જનતા પાસેથી મેળવેલ આવકવેરો એ આવકનો મુખ્ય સ્ત્રોત છે. કર્મચારી હોય કે વેપારી, દરેકને આવકવેરો ભરવો જ પડે છે. પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં સરકાર દ્વારા કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી. જાણીએ એ દેશો વિશે કે જે સંપૂર્ણ ટેક્સ ફ્રી છે. 

યુનાઈટેડ આરબ અમીરાત (UAE)

યુનાઈટેડ આરબ અમીરાત પણ ટેક્સ ફ્રી દેશ છે. અહીં કાચા તેલનો વેપાર થાય છે અને સમગ્ર અર્થવ્યવસ્થા તેના પર જ નિર્ભર છે. ત્યાં લોકોએ ટેક્સ ભરવો પડતો નથી.

બહામાસ

જ્યારે ટેક્સ ફ્રી દેશની વાત આવે છે, ત્યારે પ્રથમ નામ જે મનમાં આવે છે તે છે બહામાસ. પ્રવાસીઓ માટે સ્વર્ગ કહેવાતો આ દેશ પશ્ચિમી ગોળાર્ધમાં છે. આ દેશના લોકોએ તેમની આવક પર સરકારને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

બ્રુનેઈ

બ્રુનેઈમાં પણ તેલનો ભંડાર છે, અહીં રહેતા લોકોને કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડતો નથી. આ સિવાય ઉત્તર અમેરિકા ખંડના કેરેબિયન ક્ષેત્રમાં આવતા કેમેન ટાપુઓમાં રહેતા લોકોને પણ તેમની આવક પર આવકવેરો ચૂકવવો પડતો નથી.

કુવૈત

યુએઈની જેમ, કુવૈતમાં પણ તેલ અને ગેસનો કુદરતી ભંડાર છે. આ દેશ બંને વસ્તુઓમાંથી સારી કમાણી પણ કરે છે અને અહીંના લોકોને તેનો લાભ મળે છે. આ જ કારણ છે કે આ દેશના લોકોને ઇન્કમ ટેક્સ ભરવો પડતો નથી.

માલદીવ

ભારતની દરિયાઈ સરહદને અડીને આવેલા માલદીવના લોકોને પણ આવકવેરો ચૂકવવો પડતો નથી. દુનિયાભરમાંથી લોકો અહીં મુલાકાત લેવા આવે છે. તાજેતરમાં પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ભારતીય પ્રવાસીઓએ માલદીવનો બહિષ્કાર કર્યો હતો.

Tax Free Countries: દુનિયાના એવા દેશ જ્યાંની સરકાર જનતા પાસેથી એક પૈસાનો પણ નથી લેતી ટેક્સ! 2 - image



Google NewsGoogle News