Budget 2024-25: શેરબજાર મારફત થતી કમાણીમાં ટેક્સ છૂટ મામલે જાહેરાત થવાની અપેક્ષા

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
Union Budget


Budget 2024-25 Expectation: આવકવેરાના ઉપલબ્ધ નિયમો અંતર્ગત જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ રૂ. 5 લાખ અને નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ રૂ. 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી. પરંતુ ઈનકમ ટેક્સ રિટર્ન યુટિલિટી પર 5 જુલાઈએ એક અપડેટ આવી અને જેના લીધે હવે કોઈપણ રાહત મળી રહી નથી.

રિપોર્ટ અનુસાર, 5 લાખથી ઓછી આવક હોવા છતાં ઘણા રોકાણકારો શેરબજારમાંથી થતી આવક પર ઈનકમ ટેક્સ રિટર્ન ભરતી વખતે કલમ 87 (એ) અંતર્ગત છૂટનો ક્લેમ કરી શકતા નથી. જેથી તેઓને અપેક્ષા છે કે, આવતીકાલે રજૂ થનારા બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ મુદ્દે રાહત આપશે. 

નવી અપડેટ બાદ ક્લેમ કરવામાં મુશ્કેલી

ઈનકમ ટેક્સ પોર્ટલના યુટિલિટીમાં 5 જુલાઈએ નવી અપડેટ આવી અને ત્યારબાદથી યુઝર્સ શોર્ટ ટર્મ કેપિટલ ગેન મામલે ઈનકમ ટેક્સની કલમ 87 (એ) હેઠળ છૂટ ક્લેમ કરી શકતા નથી. તેમની વાર્ષિક આવક ટેક્સ છૂટ મર્યાદા હેઠળ હોવા છતાં તેઓ આ ક્લેમ કરવા અસક્ષમ બન્યા છે. કલમ 87 (એ) હેઠળ યુઝર્સને રૂ. 25 હજાર સુધીની છૂટ મળે છે.

આર્થિક સર્વેક્ષણમાં દેશના ગ્રોથ માટે સૌથી મોટો પડકાર રજૂ કર્યો, બેરોજગારીમાં ઘટાડો થયો હોવાનો દાવો

 કેપટલ ગેઈન ટેક્સ

શેરબજાર મારફત થતી કમાણી પર કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડે છે. જે બે પ્રકારના છે- શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન. ઉલ્લેખનીય છે, 1 વર્ષથી ઓછા સમય સુધી શેર હોલ્ડિંગ ધરાવતા હોય તો યુઝર્સે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડે છે. જ્યારે હોલ્ડિંગ મર્યાદા એક વર્ષતી વધી જાય તો તેને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડે છે.

નવો ફેરફાર શું છે?

5 જુલાઇ પહેલાં, જ્યારે કરદાતાએ નવી કર વ્યવસ્થા હેઠળ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરતાં હતાં, ત્યારે તેની કુલ કરપાત્ર આવકમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન સમાવિષ્ટ હતો. કુલ આવક રૂ. 7 લાખથી ઓછી હોય, તો તેને કલમ 87A હેઠળ છૂટ મળતી હતી. તેમજ કોઈ ટેક્સ ચૂકવવો પડતો ન હતો. જો કે, 5 જુલાઇથી હવે કરદાતાને માત્ર તેની મૂળભૂત આવક પર જ કરમુક્તિનો લાભ મળી રહ્યો છે અને આવક રૂ. 7 લાખથી ઓછી હોય તો પણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સથી થતી આવક તેમાં સામેલ કરવામાં આવી રહી નથી. આવી સ્થિતિમાં તેણે મૂળભૂત આવક સિવાયની આવક પર ટેક્સ ચૂકવવો પડશે.

બજેટમાં આશા

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ NDA સરકાર આ વખતે સામાન્ય લોકોને ટેક્સના બોજમાંથી થોડી રાહત આપશે. આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે સરકાર નવી કર વ્યવસ્થામાં કર મુક્તિ મર્યાદા અથવા રિબેટનો અવકાશ વધારી શકે છે.

  Budget 2024-25: શેરબજાર મારફત થતી કમાણીમાં ટેક્સ છૂટ મામલે જાહેરાત થવાની અપેક્ષા 2 - image


Google NewsGoogle News