BSE ઈક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં લિમિટ પ્રાઈસ પ્રોટેક્શન મિકેનિઝમ લાગૂ કરશે
BSE Limit Price Protection: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ ઈક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં લિમિટ પ્રાઈસ પ્રોટેક્શન મિકેનિઝમ લાગૂ કરવા નિર્ણય લીધો છે. એક્સચેન્જ 16 એપ્રિલથી આ સિસ્ટમ લાગૂ કરશે. આ પગલું પ્રી-ટ્રેડ રિસ્ક પર નિયંત્રણો મેળવવા માટે લેવામાં આવ્યું છે. નવુ મિકેનિઝમ ડેરિવેટિવ માર્કેટમાં ઓર્ડર માટે પ્રાઈસ રેન્જ પર પ્રતિબંધ મુકશે.
કેટલી લિમિટ લાગૂ કરાશે
નવા મિકેનિઝમની મદદથી ટ્રેડિંગ સિસ્ટમમાં ઓપ્શન કોન્ટ્રાક્ટ માટે રેફરેન્સ પ્રાઈસના 60 ટકા, જ્યારે ફ્યુચર કોન્ટ્રાક્ટ માટે રેફરેન્સ પ્રાઈસના 3 ટકા લિમિટ પ્રાઈસ ઓર્ડર સ્વીકારશે. આ પ્રાઈસ રેન્જ સિવાય આપવામાં આવેલા ઓર્ડર સ્વીકારવામાં આવશે નહિં.
બીએસઈએ શુક્રવારે, 5 એપ્રિલના એક સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે, ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં પ્રી-ટ્રેડ રિસ્ક કંટ્રોલ ઉપાયોગને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે એક્સચેન્જ 16 એપ્રિલ, મંગળવારે એલપીપી મિકેનિઝમ લાગૂ કરશે.
13 એપ્રિલે મોક ટ્રેડિંગ સેશન
નવા મિકેનિઝમને સરળતાથી કાર્યરત કરવા તેમજ માર્કેટના સહભાગીઓને આ ફેરફારોથી માહિતગાર કરવા બીએસઈ 13 એપ્રિલ, 2024ના શનિવારે મોક ટ્રેડિંગ સેશન યોજશે. આ મિકેનિઝમનો ઉદ્દેશ અસામાન્ય ટ્રેડિંગ ગતિવિધિઓથી સુરક્ષા પ્રદાન કરતાં અનિયમિત ટ્રેડ અટકાવવાનો છે. જે લાગૂ થયા બાદ ઓર્ડરની કિંમત નિર્ધારિત પ્રાઈસ રેન્જથી ઉપર થઈ તો સિસ્ટમ જાતે જ ઓર્ડર રદ્દ કરશે.
અગાઉ એનએસઈએ પણ ઓક્ટોબર-22માં તેના ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં આ પ્રકારનું મિકેનિઝમ લાગૂ કર્યુ હતું. જે પ્રિ-ટ્રેડ રિસ્ક પર નિયંત્રણો લાગૂ કરતાં સમાન સ્તરે ટ્રેડિંગને શક્ય બનાવે છે.