Share market | શેરબજારમાં સતત બીજા દિવસે હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટી ફરી ગબડ્યાં, રોકાણકારો દબાણમાં

પ્રી ઓપનિંગ સેશનમાં સેન્સેક્સમાં 518, નિફ્ટીમાં 157 પોઈન્ટનો કડાકો

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
Share market | શેરબજારમાં સતત બીજા દિવસે હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટી ફરી ગબડ્યાં, રોકાણકારો દબાણમાં 1 - image

Pixabay / Istock

Share Market news : શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ સતત બીજા દિવસે હાહાકારની સ્થિતિ જોવા મળી. બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા કડાક બાદ આજે એટલે કે ગુરુવારે પણ જાણે મંદડિયાઓનો કબજો રહ્યો હોય તેમ સેન્સેક્સ અને નિફ્ટી ગબડ્યા હતા. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં ફરી કડાકાની સ્થિતિ જોવા મળી. એચડીએફસી બેંકના શેરમાં પણ ઘટાડાનો દોર યથાવત્ રહ્યો છે. બેન્કિંગ શેરો પણ દબાણ હેઠળ છે.

સેન્સેક્સ-નિફ્ટીની શું રહી સ્થિતિ? 

શેરબજાર ખુલ્યાની થોડીક જ મિનિટોમાં સેન્સેક્સ 518 પોઈન્ટ ગગડીને 70982ની સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 21406ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટીમાં 157 પોઈન્ટનો કડાકો બોલાયો હતો. HDFC સહિત બેન્કિંગ ક્ષેત્રના મોટાભાગના શેર ફરી વખત લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. 

સેન્સેક્સ-નિફ્ટી માટે સારા સંકેતો નથી

ચીન, જાપાન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા સહિત અનેક દેશોના શેરબજારમાં સારી એવી સ્થિતિ ન દેખાઈ રહી હોવાથી નિષ્ણાતોનું માનવું છે કે સેન્સેક્સ અને નિફ્ટી માટે પણ હાલ સારા સંકેત નથી. બુધવારે અમેરિકન સ્ટોક માર્કેટ એટલે કે વોલ સ્ટ્રીટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

Share market | શેરબજારમાં સતત બીજા દિવસે હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટી ફરી ગબડ્યાં, રોકાણકારો દબાણમાં 2 - image


Google NewsGoogle News