BSE,NSE આગામી શનિવારે ઈક્વિટી F&Oમાં સ્પેશ્યલ લાઈવ ટ્રેડીંગ સત્ર યોજશે
- ૨૦, જાન્યુઆરી ૨૦૨૪ના રોજ બે સ્પેશ્યલ લાઈવ ટ્રેડીંગ સત્રો યોજાશે
- વેચાણનું સેટલમેન્ટ સોમવારે ૨૨,જાન્યુઆરીના થશે
મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ(બીએસઈ) ૨૦, જાન્યુઆરી ૨૦૨૪ના શનિવારે ખાસ લાઈવ સ્પેશ્યલ ટ્રેડીંગ સત્ર યોજશે. આ ટ્રેડીંગ સત્ર ઈક્વિટી એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં યોજશે.
બીએસઈ અને એનએસઈ આ સ્પેશ્યલ લાઈવ ટ્રેડીંગ સત્ર થકી ડીઆર સાઈટ પર સ્વિચ કરવાના હેતુંથી આ સત્ર યોજી રહ્યા છે. બન્ને બીએસઈ અને એનએસઈ ૨૦, જાન્યુઆરી ૨૦૨૪ના બે સ્પેશ્યલ લાઈવ ટ્રેડીંગ સત્રો યોજશે. જેનો સમય પ્રથમ સત્રનો સવારે ૯:૧૫ વાગ્યાથી શરૂ થઈ સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીનો રહેશે. જ્યારે બીજું ટ્રેડીંગ સત્ર સવારે ૧૧:૩૦ વાગ્યાથી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધીનું રહેશે.
તમામ ફયુચર્સ કોન્ટ્રેક્ટસ આ સ્પેશ્યલ લાઈવ ટ્રેડીંગ સત્રમાં પાંચ ટકાની ઓપરેટીંગ રેન્જમાં હશે, આ સ્પેશ્યલ સત્રમાં એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં ટ્રેડીંગ થતાં શેરો સહિતની સિક્યુરિટીઝની અપર અને લોઅર સર્કિટ લિમિટ પાંચ ટકાની રહેશે. જ્યારે જે સિક્યુરિટીઝમાં બે ટકાની અપર અને લોઅર સર્કિટ લાગુ છે, એ સર્કિટ લિમિટ ચાલુ રહેશે.
બીજુ સ્પેશ્યલ લાઈવ ટ્રેડીંગ સત્ર ડીઆર સાઈટ પર યોજાશે. આ બીજા સ્પેશ્યલ લાઈવ ટ્રેડીંગ સત્રમાં પ્રી-ઓપન સત્રનો આરંભ સવારે ૧૧:૧૫ વાગ્યે થશે અને સવારે ૧૧:૩૦ વાગ્યે પૂરો થશે. આ સત્રમાં નોર્મલ-રાબેતા મુજબ માર્કેટ સવારે ૧૧:૩૦ વાગ્યે ખુલશે અને ૧૨:૩૦ વાગ્યે બંધ થશે.
કોલ ઓકશન લિક્વિડ સત્ર સવારે ૧૧:૪૫ વાગ્યે શરૂ થશે અને ૧૨:૦૦ વાગ્યે પૂરું થશે. ક્લોઝિંગ સત્ર ૧૨:૪૦ વાગ્યે સવારે શરૂ થશે અને ૧૨:૫૦ વાગ્યે પૂરું થશે. ટ્રેડીંગ સુધારા-મોડિફિકેશન સમય બપોરે ૧:૦૦ વાગ્યે પૂરો થશે.
સેબીના નિર્દેશ મુજબ માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્ટરમીડિયરીઝ દ્વારા બિઝનેસ કન્ટીન્યુટી પ્લાનના ભાગરૂપ તેમના ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર સ્વિચઓવર કરીને બરોબર કામગીરી થઈ રહી છે કે એની ખાતરી કરવી જરૂરી છે. શેર બજારોમાં ૨૦, જાન્યુઆરીના શનિવારે સેટલમેન્ટ હોલીડે રહે છે.
જેના કારણે એફ એન્ડ ઓ સેટમેન્ટમાં કોઈપણ ક્રેડિટ્સ અને ૧૯, જાન્યુઆરીમાંથી થયેલો ઈન્ટ્રા-ડે નફો સત્ર દરમિયાન ટ્રેડીંગ માટે ઉપલબ્ધ રહેશે. આ સાથે ૨૦, જાન્યુઆરીના થયેલા બીટીએસટી વેચાણના સોદામાંથી વેચાણનું સેટલમેન્ટ સોમવારે ૨૨,જાન્યુઆરીના થશે અને ક્રેડિટ મંગળવારે ૨૩, જાન્યુઆરીના ઉપલબ્ધ થશે.