ભાગેડું નીરવ મોદીને ફરી ઝટકો, લંડનનો આલીશાન બંગલો પણ વેચાશે, કોર્ટે કરી કિંમત નક્કી

નીરવ મોદી PNB કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે, તેણે વર્ષ 2018માં બેંક પાસેથી રૂ. 14 હજાર કરોડની લોન લીધી હતી

લોન પરત કર્યા વગર જ તે બ્રિટન ભાગી ગયો હોવાથી બેંકે તેના વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
ભાગેડું નીરવ મોદીને ફરી ઝટકો, લંડનનો આલીશાન બંગલો પણ વેચાશે, કોર્ટે કરી કિંમત નક્કી 1 - image


Nirav Modi London Laxury flat allow to Sale: કોર્ટે PNB કૌભાંડના આરોપી ભાગેડુ નીરવ મોદીનો સેન્ટ્રલ લંડનના મેરીલેબોનમાં આવેલો આલીશાન બંગલો વેચવાની મંજૂરી આપી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ માસ્ટર જેમ્સ બ્રાઈટવેલે કહ્યું કે આ બંગલો 5.25 મિલિયન બ્રિટિશ પાઉન્ડ (લગભગ 55 કરોડ રૂપિયા)થી ઓછી કિંમતમાં વેચી શકાય નહીં. નીરવ મોદીનો આલીશાન બંગલો જેને લંડન હાઈકોર્ટે વેચવાનો આદેશ આપ્યો છે તે 2017માં એક ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો.

બંગલાની રકમ મળતા બેંકની લોન ચૂકવાશે 

નીરવ મોદી હાલમાં બ્રિટનની થેમસાઈડ જેલમાં બંધ છે. આ કેસમાં ED તરફથી હાજર થયેલા બેરિસ્ટર હરીશ સાલ્વે હાજર થયા હતા. જ્યારે નીરવ મોદી હાલમાં બ્રિટનની થેમસાઈડ જેલમાં બંધ હોવાથી ઓનલાઈન જોડાયેલો હતો. સિંગાપોરની એક કંપની ટ્રાઇડેન્ટ ટ્રસ્ટ પણ આ કેસમાં દાવેદાર છે. આ કંપનીએ 103 મેરેથોન હાઉસ વેચવાની પણ માંગ કરી હતી. બીજી તરફ, EDની દલીલ એવી છે કે આ બંગલો વેચ્યા બાદ મળેલી રકમનો ઉપયોગ પંજાબ નેશનલ બેંકની લોન ચૂકવવા માટે થવો જોઈએ કારણ કે ટ્રસ્ટની મિલકત પંજાબ નેશનલ બેંકમાં મોટા પાયે છેતરપિંડીથી થયેલી આવકમાંથી ખરીદવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો?

નીરવ મોદી PNB કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અને મની લોન્ડરિંગ કેસનો મુખ્ય આરોપી છે. આ ઉપરાંત તેની વિરુદ્ધ ED અને CBIએ ઘણા કેસ દાખલ કર્યા છે. તેમજ નીરવ મોદીને દિલ્હી લાવવાના પ્રયત્ત્ન પણ કરી રહી છે. તેણે પંજાબ નેશનલ બેંકમાંથી વર્ષ 2018માં રૂ. 14 હજાર કરોડની લોન લીધી હતી અને તે ચૂકવ્યા વગર જ તે બ્રિટન ભાગી ગયો હતો. ત્યારબાદ બેંકે તેના વિરુદ્ધ છેતરપિંડીનો કેસ કર્યો હતો. વર્ષ 2019માં તેની ધરપકડ કરવામાં આવી હતી. 2021 માં બ્રિટનના તત્કાલીન ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે કેસમાં નીરવ મોદીના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. 2022માં નીરવ મોદી પણ સુપ્રીમ કોર્ટમાં કેસ હારી ગયો હતો. આ મામલો હાલમાં લંડન હાઈકોર્ટમાં છે.


Google NewsGoogle News