બીએટીએ આઇટીસીના 43.68 કરોડ શેરો રૂ. 17,485 કરોડમાં વેચ્યા

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
બીએટીએ આઇટીસીના 43.68 કરોડ શેરો રૂ. 17,485 કરોડમાં વેચ્યા 1 - image


- બીએટીનો આઇટીસીમાં હિસ્સો 3.5 ટકા ઘટીને 25.5 ટકા 

- બીએટીએ સરેરાશ રૂ. 400.25ના ભાવે શેરો વેચ્યા : આઇટીસીના શેરનો ભાવ 4.49 ટકા વધીને રૂ. 422.40

નવી દિલ્હી : બ્રિટિશ મલ્ટીનેશનલ કંપની બીએટી(બ્રિટિશ અમેરિકન ટોબેકો)  કંપનીએ આજે આઇટીસી લિમિટેડમાં પોતાનો ૩.૫ ટકા હીસ્સો રૂ. ૧૭,૪૮૫ કરોડમાં ખુલ્લા બજારમાં વેચી નાખ્યો હતો.

૩.૫ ટકા હિસ્સો વેચી નાખ્યા પછી આઇટીસીમાં બીએટી પીએલસીનો હિસ્સો ઘટીને ૨૫.૫ ટકા થઇ ગયો છે. 

 સિંગાપોર સરકાર, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર, લોકહીડ માર્ટીન કોર્પોરેશન, ગોલ્ડમેન સાક્સ (સિંગાપોર), કોપથેલ મોરેશિયસ ઇન્વેસ્ટમેન્ટ, બીઓએફએ સિક્યુરિટીસ યુરોપ એસએ, સોસિએટ જનરલ, મોર્ગન સ્ટેન્લી એશિયા, સિંગાપોર પીટીઇ અને ઘિસેલો માસ્ટર ફંડ એલપીએના આઇટીસીના શેરો ખરીદ્યા છે.

બીએટીએ ૪૮ ટ્રાન્ઝેકશનમાં આઇટીસીના ૪૩.૬૮ કરોડ શેરો વેચ્યા છે. આ વેચાણ સરેરાશ ૪૦૦.૨૫ રૂપિયાના ભાવે કરવામાં આવ્યો છે. એટલે કે બીએટીએ વેચેલા આઇટીસીના શેરોનું કુલ મૂલ્ય ૧૭,૪૮૭.૯૭ કરોડ રૂપિયા થાય છે.

ભારતમાંથી પણ આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચઅલ ફંડ, મોતીલાલ ઓસવાલ મ્યુચઅલ ફંડ, નિપ્પોન ઇન્ડિયા મ્યુચઅલ ફંડ, એસબીઆઇ મ્યુચઅલ ફંડ, મેક્સ લાઇફ ઇન્સ્યુરન્સ કંપની, આઇઅએમફ, કેપિટલ ગુ્રપ, કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, પીપલ્સ બેંક ઓફ ચાઇના, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્ટ્રકશન એને ડેવલોપમેન્ટે પણ આઇટીસીના શેરો ખરીદ્યા છે.

આજે આઇટીસીનો શેર ૪.૪૯ ટકા વધીને ૪૨૨.૪૦ રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો.


Google NewsGoogle News