Boycott Maldives: ભારત સાથે દુશ્મની કરવી ભારે પડી, માલદીવને દરરોજ થઇ રહ્યું છે કરોડોનું નુકસાન
હવે બોયકોટની અસર માલદીવ પર દેખાવા લાગી છે
ભારતીયોએ ગયા વર્ષે માલદીવમાં $380 મિલિયન ખર્ચ્યા હતા, હાલ બોયકોટના કારણે માલદીવને દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન
Maldives suffering: એક નાની ભૂલ કોઈ દેશને આ હદે મોંઘી પડી શકે છે. આ વાત છે માલદીવની. ભારતીયોએ માલદીવને બોયકોટ કટુ તેની અસર હવે માલદીવ પર દેખાઈ રહી છે. માલદીવની આવક પ્રવાસીઓ અને પર્યટન પર સૌથી વધુ નિર્ભર છે. આવી સ્થિતિમાં હવે બોયકોટના કારણે તેની કમાણીમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, માલદીવે ત્યાંનો મુસાફરીનો ખર્ચ પણ અડધો કરી દીધો છે, પરંતુ આ પછી પણ ભારતીયો ત્યાં જવા માટે તૈયાર નથી. માલદીવ સરકારના કેટલાક અધિકારીઓએ પીએમ મોદીની લક્ષદ્વીપ યાત્રાને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારથી માલદીવનો બોયકોટ ટ્રેન્ડ થવા લાગ્યો છે. ભારતના બોયકોટને કારણે માલદીવને દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
માલદીવના 44 હજાર પરિવારો પર પડી અસર
આ સમગ્ર વિવાદ પહેલા માલદીવ ભારતીયોના મનપસંદ પ્રવાસન સ્થળો પૈકી એક હતું. દર વર્ષે લાખો ભારતીયો માલદીવની મુલાકાત લેતા હતા, ગયા વર્ષે જ ભારતીયો દ્વારા માલદીવમાં $380 મિલિયન ખર્ચ્યા હતા. પરંતુ હાલ ભારતીયો દ્વારા માલદીવને બોયકોટ કરતા ખુદ માલદીવે જાણકારી આપતા જણાવ્યું હતું કે બોયકોટના કારણે ત્યાં 44 હજાર પરિવારો પર અસર પડી છે. ભારતીયોની નારાજગીને કારણે તેમના પર્યટન ઉદ્યોગ પર ખરાબ અસર પડી છે.
દરરોજ કરોડોનું નુકસાન
તાજેતરના વિવાદ બાદ માલદીવને દરરોજ આવકમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. ગયા વર્ષે એટલે કે 2023માં મોટી સંખ્યામાં ભારતીયો માલદીવની મુલાકાતે ગયા હતા. ગયા વર્ષે, ભારતીયોએ એકલા માલદીવમાં $380 મિલિયન (આશરે રૂ. 3152 કરોડ) ખર્ચ્યા હતા. આવી સ્થિતિમાં જો ભારતીયો ત્યાં જવાનું બંધ કરે તો માલદીવને દરરોજ ઓછામાં ઓછું 8.6 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.