આજથી બદલાઈ ગયા UPIના આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર

2016 માં UPI લોન્ચ થયું ત્યારથી આજ સુધીમાં દેશમાં UPI યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે

આજથી શરૂ થતા નવા વર્ષે UPIના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
આજથી બદલાઈ ગયા UPIના આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર 1 - image


UPI Transactions: જો તમે UPI દ્વારા પેમેન્ટ કરો છો તો આ અપડેટ તમારા માટે જરુરી છે. તો આજથી શરુ થતા નવા વર્ષમાં UPIના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. RBIએ ગયા મહિને ડિસેમ્બરમાં આ ફેરફારો વિશે માહિતી આપી હતી. જે ઘણા UPI યુઝર્સને અસર કરશે. તો જાણીએ UPI સંબંધિત નિયમો વિષે...

UPI એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ Google Pay, Paytm, PhonePe વગેરે જેવી પેમેન્ટ એપ્સ અને એક વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં ન હોય તેવા એકાઉન્ટ્સને ડીએક્ટીવ કરવા જણાવ્યું છે. મતલબ કે જો તમે છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી UPI એપ્સનો ઉપયોગ નથી કરતા, તો તમારું એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે.

એક દિવસમાં થઈ શકે છે આટલું પેમેન્ટ 

NPC અનુસાર, હવે UPI દ્વારા દૈનિક પેમેન્ટની મર્યાદા વધારી દેવામાં આવી છે. હવે યુઝર્સ એક દિવસમાં 1 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકશે. આ ઉપરાંત 8 ડિસેમ્બર, 2023 ના રોજ, RBIએ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે UPI પેમેન્ટ મર્યાદામાં વધારો કર્યો છે, હવે તેની પેમેન્ટ મર્યાદા 5 લાખ રૂપિયા છે.

PPI પર આપવો પડશે ચાર્જ 

UPI પેમેન્ટ કરતી વખતે કોઈ યુઝર પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI) નો ઉપયોગ કરે છે, તો તેણે રૂ. 2,000 થી વધુની ચુકવણી પર 1.1 ટકાની ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે. આ સિવાય UPI દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે, હવે જો કોઈ ધારક નવા યૂઝરને 2,000 રૂપિયાથી વધુ ચૂકવે છે, તો તેની પાસે 4 કલાકની સમય મર્યાદા હશે. આવી સ્થિતિમાં, તે સરળતાથી 4 કલાકની અંદર તેની ફરિયાદ કરી શકે છે.

ટૂંક સમયમાં શરૂ થશે UPI ATM 

દેશમાં UPIને  પ્રોત્સાહન આપવા માટે RBIએ જાપાનીઝ કંપની હિટાચી સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી અનુસાર UPI ATM ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. આ ATM દ્વારા બેંકમાંથી રોકડ ઉપાડવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જશે. રોકડ ઉપાડવા માટે QR સ્કેન કરવું પડશે.

આજથી બદલાઈ ગયા UPIના આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર 2 - image


Google NewsGoogle News