Get The App

USના આર્થિક ડેટા મજબૂત આવતા બિટકોઈનમાં 7000 ડોલરનો કડાકો

- બિટકોઈનમાં એક લાખ ડોલરની સપાટી ફરી ટૂંકજીવી પૂરવાર થઇ

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
USના આર્થિક ડેટા મજબૂત આવતા બિટકોઈનમાં 7000 ડોલરનો કડાકો 1 - image


મુંબઈ : અમેરિકાના આર્થિક ડેટા મજબૂત આવતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો મંદ પડશે તેવી ગણતરીએ બિટકોઈન ફરી ૧,૦૦,૦૦૦ ડોલપની અંદર સરકી મોડી સાંજે ૯૫૬૨૦ ડોલરથી ઉપર મુકાતો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. 

અમેરિકામાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ડિસેમ્બરમા વધી હોવાના તથા નવેમ્બરમાં જોબ ઓપનિંગ્સ પણ વધ્યા હોવાના પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું. અમેરિકન અર્થતંત્રમાં આ સ્થિતિસ્થાપકતા જોતા ૨૦૨૫માં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત ઓછી રહેવાની ગણતરી મુકાઈ રહી છે. 

વર્તમાન સપ્તાહના પ્રારંભમાં બિટકોઈન જે ફરી ૧,૦૨,૦૦૦ ડોલર જોવા મળ્યો હતો તે  બુધવારે પાછો ગબડી નીચામાં ૯૫૨૮૨ ડોલર અને ઉપરમાં ૧૦૧૪૬૯ ડોલર થઈ મોડી સાંજે ૯૫૬૨૯ ડોલર બોલાતો હતો. અન્ય ક્રિપ્ટોસ જેમ કે એથરમ, એકસઆરપી, બિનાન્સ, ડોજકોઈનમાં પણ વેચવાલીના દબાણે ભાવ ઘટયા હતા.

ક્રિપ્ટોકરન્સીસની માર્કેટ કેપ ઘટી ૩.૪૯ ટ્રિલિયન ડોલર રહી હતી. શુક્રવારે જાહેર થનારા નવા વર્ષના પ્રથમ નોન ફાર્મ પેરોલ્સ ડેટા પર પણ બજારની નજર રહેલી છે. 

નોન ફાર્મ પેરોલ્સ ડેટા જો સારા આવશે તો તેનાથી ડોલર વધુ મક્કમ બનશે જે વ્યાજ દરમાં વધારો કરવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં બટકોઈન જેવી જોખમી એસેટસમાં વધુ કરેકશનની શકયતા નકારાતી નથી એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 


Google NewsGoogle News