Get The App

અમેરિકામાં વ્યાજ દર વધવાની શકયતાએ બિટકોઈન ઘટી 91000 ડોલરની અંદર

- ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ ઘટી ૩.૧૪ ટ્રિલિયન ડોલર પર ઉતરી

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
અમેરિકામાં વ્યાજ દર વધવાની શકયતાએ બિટકોઈન ઘટી 91000 ડોલરની અંદર 1 - image


મુંબઈ : અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટવાને બદલે હવે વધવાની વાતો થવા લાગતા મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન સપ્તાહના પ્રથમ દિવસે દબાણ હેઠળ આવી ગયો હતો અને ભાવ ૯૧૦૦૦ ડોલરની અંદર ઊતરી ગયો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ પણ ઘટાડા તરફી રહ્યા હતા. 

ગત સપ્તાહના અંતે અમેરિકામાં નોનફાર્મ પેરોલ ડેટા મજબૂત આવતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતની ધારણાંઓને ઈન્વેસ્ટમેન્ટ બેન્કો પાછી ખેંચી રહ્યા છે. 

બેન્ક ઓફ અમેરિકાએ વ્યાજ દર જળવાઈ રહેવા સાથે તેમાં ઘટાડો જોવા મળવાની શકયતા વ્યકત કરી છે. અમને લાગે છે, કે વ્યાજ દરમાં કપાતનું ચક્ર અટકી ગયું છે અને ફેડરલ રિઝર્વ વ્યાજ દરને લાંબો સમય યથાવત રાખશે અને કદાચ તેમાં વધારો પણ જોવા મળી શકે એમ બેન્ક ઓફ અમેરિકા દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે.

જો કે ગોલ્ડમેન સાક્સે વ્યાજ દરમાં ઘટાડો જે પહેલા માર્ચમાં જોવા મળવાની શકયતા હતી તે હવે લંબાઈ જઈને જૂનમાં થવાની ધારણાં મૂકી છે. 

મોડી સાંજે બિટકોઈન ૯૧૦૦૦ ડોલરની અંદર ઊતરી ૯૦૫૮૫ ડોલર બોલાતો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ જેમ કે એથરમ, બિનાન્સ, એકસઆરપી, સોલાના સહિતની ક્રિપ્ટો કરન્સીસ દબાણ હેઠળ આવી ગયા હતા. 

ક્રિપ્ટોકરન્સીસની એકંદર માર્કેટ કેપ ઘટી ૩.૧૪  ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. 


Google NewsGoogle News