Get The App

વ્યાજ દર ઘટાડો લંબાવાની શકયતાએ બિટકોઈનમાં 3000 ડોલરનું ગાબડું

- અમેરિકામાં માર્ચમાં રિટેલ સેલ્સના આંકમાં અપેક્ષા કરતા વધુ વધારો

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
વ્યાજ દર ઘટાડો લંબાવાની શકયતાએ બિટકોઈનમાં 3000 ડોલરનું ગાબડું 1 - image


મુંબઈ : અમેરિકામાં રિટેલ સેલ્સના આંકડા અપેક્ષા કરતા સારા આવતા વ્યાજ દરમાં ઘટાડો થવાની શકયતા વધુ લંબાઈ ગઈ છે જેને પરિણામે ક્રિપ્ટોકરન્સીઝ જેવી જોખમી એસેટસમાં સંસ્થાકીય રોકાણ પ્રવાહ મંદ રહેવાની ગણતરીએ મુખ્ય ક્રિપ્ટોસ બિટકોઈનના ભાવમાં ૩૦૦૦ ડોલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસમાં પણ વેચવાલી આવી હતી.

માર્ચમાં અમેરિકામાં રિટેલ સેલ્સમાં ૦.૭૦ટકા વધારો થયો છે. ફેબુ્રઆરીના આંક પણ ૦.૬૦ ટકા સામે સુધરીને ૦.૯૦ ટકા આવ્યો છે જે રિટેલ સેલ્સ વધી રહ્યાના સંકેત આપી રહ્યા છે. 

ઈરાન તથા ઈઝરાયલ તંગદિલીને પરિણામે પણ ક્રિપ્ટો માર્કેટમાં છેલ્લા બે દિવસમાં ભારે અફરાતફરી જોવા મળી છે. 

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૬૨૦૦૦ ડોલર અને ઉપરમાં ૬૬૮૧૮ ડોલર થઈ મોડી સાંજે ૬૩૨૭૦ ડોલર મુકાતો હતો. એથરમ ૩૦૮૭ ડોલર જ્યારે બીએનબી ૫૩૧ ડોલર મુકાતો હતો. 

ક્રિપ્ટો કરન્સીઝની વૈશ્વિક માર્કટ કેપ ઘટી ૨.૨૯ ટ્રિલિયન ડોલર રહી હતી. અમેરિકામાં લિસ્ટેડ સ્પોટ બિટકોઈન ઈટીએફસમાં ઈન્ફલોસ ધીમો પડયો હોવાના પણ અહેવાલ હતા. 

અન્ય એક અહેવાલ પ્રમાણે હોંગકોંગે તેના પ્રથમ એવા સ્પોટ બિટકોઈન તથા એથર એકસચેન્ડ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફ)ને શરતી મંજુરી આપી છે. 


Google NewsGoogle News