Get The App

એકધારી તેજી બાદ બિટકોઈનમાં બોલી ગયેલો 7000 ડોલરનો કડાકો

- ભાવમાં મોટી અફરાતફરી ; ધબડકા છતાં પણ ૨૦૨૪માં રોકાણકારોને ૬૦ ટકા વળતર છૂટી રહ્યું છે

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
એકધારી તેજી બાદ બિટકોઈનમાં બોલી ગયેલો 7000 ડોલરનો કડાકો 1 - image


મુંબઈ : એકધારી તેજી બાદ મુખ્ય ક્રિપ્ટોકરન્સીઝ બિટકોઈનમાં છેલ્લા ચોવીસ કલાકમાં મોટો ધબડકો બોલાઈ ગયો હતો અને ઓલટાઈમ હાઈથી ભાવમાં ૭૦૦૦ ડોલરથી વધુ નીકળી ગયા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઈટીએફ ઈન્ફલોઝમાં ૮૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૬૫૭૫૦ ડોલર તથા ઉપરમાં ૭૩૦૬૧ ડોલર જોવાયો હતો. 

અમેરિકામાં ફુગાવો અપેક્ષા કરતા ઊંચો આવતા ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં કયારે ઘટાડો શરૂ કરશે  તેને લઈને અનિશ્ચિતતા ઊભી થવા ઉપરાંત ઊંચા ભાવે પ્રોફિટ બુકિંગને પરિણામે બિટકોઈનના ભાવમાં કડાકો બોલાઈ ગયો હતો. ઊંચા વ્યાજ દર લાંબો સમય સુધી ચાલુ રહેવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. 

બિટકોઈન મોડી સાંજે ૬૬૭૦૦ ડોલર મુકાતો હતો જ્યારે અન્ય મુખ્ય ક્રિપ્ટો એથરમ પણ ગબડીને ૩૬૦૦ ડોલર બોલાતો હતો. ક્રિપ્ટોકરન્સીઝની માર્કટ કેપ ઘટી ૨.૬૦ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. આજના ઘટાડા પછી પણ ૨૦૨૪માં બિટકોઈનમાં રોકાણકારોને અત્યારસુધીમાં ૬૦ ટકાનું વળતર છૂટી રહ્યું છે. 

બિટકોઈન સ્પોટ ઈટીએફસને જાન્યુઆરીમાં મંજુરી મળી ગયા બાદ બિટકોઈનના ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો હતો તે પ્રમાણે જ ભાવમાં મોટું કરેકશન આવ્યાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

ઈટીએફ માગને કારણે બિટકોઈનના ભાવ વર્તમાન સપ્તાહમાં ૭૩૦૦૦ ડોલરની સપાટી કુદાવીને ઓલટાઈમ હાઈ જોવા મળ્યા હતા. 

૨૦૨૩માં સતત દબાણ હેઠળ રહ્યા બાદ ૨૦૨૪માં  બિટકોઈમાં મોટી ઊથલપાથલ જોવા મળી રહી છે.  વર્તમાન વર્ષના પ્રારંભમાં ઈટીએફને મંજુરી મળી ગયા  બાદ બિટકોઈનમાં મોટા ખેલાડીઓની પ્રારંભમાં લેવાલી નીકળી હતી. 


Google NewsGoogle News