Get The App

USમાં વ્યાજ દર કપાતની શકયતા લંબાતા બિટકોઈનમાં 4300 ડોલરનું ગાબડું

- બિટકોઈન સ્પોટ ઈટીએફમાં વોલ્યુમ પણ ઘટી રહ્યાના નિર્દેશ

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
USમાં વ્યાજ દર કપાતની શકયતા લંબાતા બિટકોઈનમાં 4300 ડોલરનું ગાબડું 1 - image


મુંબઈ : અમેરિકામાં ઉત્પાદન ક્ષેત્રના માર્ચના ડેટા અપેક્ષા કરતા વધીને આવતા વ્યાજ દરમાં કપાતની શકયતા ઘટી જતા તેની અસર ક્રિપ્ટોકરન્સીઝ બજાર પર જોવા મળી હતી અને મુખ્ય ક્રિપ્ટોસ બિટકોઈનમાં ૪૩૦૦ ડોલરનો ઘટાડો જોવાયો હતો. 

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૬૫૧૪૮ ડોલર તથા ઉપરમાં ૭૦૦૮૫ ડોલર થઈ મોડી સાંજે ૬૫૭૦૦ ડોલર બોલાતો હતો. બિટકોઈનની પાછળ એથરમ પણ ૧૯૦ ડોલર ગબડી ૩૩૪૦ ડોલર કવોટ થતો હતો.

અમેરિકામાં ઉત્પાદન ક્ષેત્રના માર્ચના આંકડા દોઢ વર્ષની ઊંચી સપાટીએ રહ્યા છે. ઉત્પાદન તથા નવા ઓર્ડરમાં જોરદાર વધારો થયો છે. ઉત્પાદન એકમોમાં રોજગારની સ્થિતિ નબળી રહી છે અને કાચા માલના ભાવમાં વધારો થયો છે. 

અમેરિકાનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૦.૩૦ રહ્યો છે જે સપ્ટેમ્બર ૨૦૨૨ બાદ સૌથી ઊંચો છે. ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધતા અમેરિકામાં વ્યાજ દરમાં કપાતના પગલાં લંબાઈ જવાની શકયતા ઊભી થઈ છે. 

મજબૂત ડેટાને પરિણામે બિટકોઈન સ્પોટ ઈટીએફ વોલ્યુમ પણ ઘટી ગયું હતું. ક્રિપ્ટોકરન્સીઝની વૈશ્વિક માર્કેટ કેપ ઘટી ૨.૫૨ ટ્રિલિયન ડોલર રહી હતી. 

ખેલાડીઓ ક્રિપ્ટોસ વેચીને ડોલર તરફ વળ્યા હોવાનું પણ જોવા મળતું હતું. પરિણામે ડોલર ઈન્ડેકસ ઊંચકાઈન ે  ૧૦૫  સાથે  પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.


Google NewsGoogle News