ટ્રમ્પની જીતથી ક્રિપ્ટો માર્કેટમાં મબલક કમાણી, બિટકોઈન ઐતિહાસિક ટોચે, ઈલોનનો ડોજકોઈન 90 ટકા ઉછળ્યો
Bitcoin All Time High: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદથી ક્રિપ્ટો કરન્સીમાં અનેકગણી તેજી જોવા મળી છે. ડિજિટલ એસેટ ઈન્ડસ્ટ્રીને વેગ મળવાના આશાવાદ સાથે બિટકોઈને પ્રથમ વખત 81 હજાર ડોલરની સપાટી ક્રોસ કરી છે. ઈલોન મસ્કનો અતિપ્રિય કોઈન ડોજકોઈન તો ટ્રમ્પની જીતથી અત્યારસુધી છ દિવસમાં 89.92 ટકા ઉછળ્યો છે. 5 નવેમ્બરે ડોજકોઈનનો ભાવ 0.1538 ડોલર હતો, જે વધી ગઈકાલે 0.2966 ડોલર થયો હતો.
બિટકોઈન ઐતિહાસિક ટોચે
આજે બિટકોઈને 81858.29 ડોલરની રેકોર્ડ ટોચ નોંધાવી છે. રવિવારે 4.7 ટકા ઉછાળા સાથે 80092 ડોલર નોંધાયા બાદ આજે વધુ 3 ટકા ઉછળી 81787.81 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઈલોન મસ્કનો ડોઝ કોઈન પણ સતત મોટા ઉછાળા સાથે આગેકૂચ કરી રહ્યો છે. જે આજે 20.68 ટકા ઉછળી 0.2824 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. ડોજકોઈનમાં વોલ્યૂમ સતત વધી રહ્યા છે.
ડિજિટલ એસેટ્સમાં અમેરિકાની ભૂમિકા મહત્ત્વની
ડિજિટલ એસેટ્સમાં અમેરિકાની ભૂમિકા પહેલાંથી જ મહત્ત્વની છે. જેમાં ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં ડિજિટલ એસેટ્સમાં બિટકોઈન રિઝર્વની વ્યૂહાત્મક રચના અને પ્રો-ક્રિપ્ટો રેગ્યુલેટર્સની નિમણૂક સહિતના માપદંડોમાં યુએસની ભૂમિકાને વધુ મજબૂત બનાવવાનું વચન આપ્યું હતું. ટ્રમ્પની જીતથી ડિજિટલ કરન્સીને એક નવી ઊંચાઈ મળે તેવો આશાવાદ ક્રિપ્ટો રોકાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
શેરમાર્કેટ, સોના કરતાં બિટકોઈનમાં અધધધ રિટર્ન
બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સની વધતી માગ અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાના કારણે ક્રિપ્ટો કરન્સી માર્કેટ તેજીમાં છે. 2024માં અત્યારસુધીમાં બિટકોઈન 91 ટકા રિટર્ન જોવા મળ્યું છે. જ્યારે સોના-ચાંદીમાં સરેરાશ 30 ટકા અને સેન્સેક્સ-નિફ્ટીમાં 24-26 ટકા રિટર્ન છૂટ્યું છે.
ટોચની ક્રિપ્ટો કરન્સીની સ્થિતિ