Get The App

GST નંબર માટે બાયોમેટ્રિક ઓળખ ફરજિયાત, બોગસ બિલિંગથી થતાં કરોડો રૂપિયાના કૌભાંડ પર લાગશે લગામ

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
GST નંબર માટે બાયોમેટ્રિક ઓળખ ફરજિયાત, બોગસ બિલિંગથી થતાં કરોડો રૂપિયાના કૌભાંડ પર લાગશે લગામ 1 - image


- બોગસ બિલિંગથી કરોડો રૂપિયાના કૌભાંડ રોકવા જીએસટી કાઉન્સિલ મક્કમ

- દૂધના દરેક પ્રકારના કેન પર એક સમાન 12 ટકા જીએસટી, રાસાયણિક ખાતર પરનો જીએસટી 5 ટકાથી ઘટાડી શૂન્ય થવાની સંભાવના

- કલમ 73ની ડિમાન્ડ નોટિસ હેઠળ  ભરવા પાત્ર જીએસટીની રકમ પર વ્યાજ અને દંડ નહિ લેવાય

- એપેલેટ ટ્રિબ્યુનલમાં રૂ. 1 કરોડની ડિમાન્ડનો કેસ  લઈ જવા માગનારને રૂ. 30 લાખને બદલે હવે રૂ. 20 લાખ ભરવા પડશે

અમદાવાદ : લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બન્યા પછી શનિવારે જીએસટી પરિષદની પહેલી બેઠક મળી હતી, જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદે જીએસટી પરિષદની બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં બોગસ બિલિંગ રોકવા અને ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ જનારાઓને રોકવા માટે જીએસટી નંબર લેનારાઓના બાયોમેટ્રિક્સ લેવાની ભલામણ કરવામાં આવી છે.

બાયોમેટ્રિક્સમાં ફિંગર પ્રિન્ટ, આંખની કીકીની આસપાસના ઓળખ ચિહ્નો, હાથનો આકાર સહિતના બાયોમેટ્રિક્સ લેવામાં આવશે. સરકારના આ નિર્ણયને પરિણામે બોગસ બિલિંગ કરીને ગેરકાયદેસર ઇન પુટ ટેક્સક્રેડિટ લઈ જનારાઓ પર બ્રેક લાગશે. બોગસ બિલ બનાવીને હજારો કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ જવાના કિસ્સાઓ ગુજરાત અને દેશભરમાં બની રહ્યા છે. તેથી જ જીએસટીના નવા રજિસ્ટ્રેશન માટે અરજી કરનારાઓ માટે આધારકાર્ડ આપવું અને રજિસ્ટ્રેશન લેનાર વ્યક્તિના બાયોમેટ્રિક્સ લેવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે.

જીએસટી કાઉન્સિલની ૫૩મી બેઠકમાં જીએસટી એક્ટની કલમ ૭૩ હેઠળ આપવામાં આવેલી ડિમાન્ડ નોટિસમાં દર્શાવવામાં આવેલી ડિમાન્ડની રકમ પર વ્યાજ અને દંડ જતો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ફ્રોડ કરનારાઓને, જીએસટીની રકમ છુપાવનારાઓને, કે ઈરાદાપૂર્વક જીએસટીની આવક અંગે ખોટું સ્ટેટમેન્ટ આપનારાઓને વ્યાજ અને પેનલ્ટીમાંથી માફી આપવામાં નહીં આવે. ૨૦૧૭-૧૮થી માંડીને ૨૦૧૯-૨૦ના ગાળા માટે જીએસટીની સંપૂર્ણ ડિમાન્ડ પ્રમાણે ટેક્સ ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધીમાં જમા કરાવી દેનારાઓને વ્યાજ અને દંડમાંથી માફી આપવામાં આવશે. 

કેન્દ્રમાં નવી સરકાર રચાઈ તે પછી મળેલી જીએસટી કાઉન્સિલની પહેલી જ બેઠકમાં જીએસટીના વિવાદના કેસો ઓછા થાય અને થયેલા કેસનો ઝડપી નિકાલ થાય તે માટે એપેલેટ ટ્રિબ્યુનલમાં કેસ કરવા માટે રૂ. ૧ કરોડની ડિમાન્ડ સામે રૂ. ૩૦ લાખ ભરવાના આવતા હતા તે ઘટાડીને હવે રૂ.૨૦ લાખ કરી દેવામાં આવ્યા છે. હાઈકોર્ટમાં કેસ લઈ જવા માટે રૂ. ૧ કરોડ અને સુપ્રીમ કોર્ટમાં કેસ લઈ જવા માટે રૂ.૨ કરોડ જમા કરાવવા મર્યાદા મૂકી આપવામાં આવી હોવાની જાહેરાત નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરી હતી.

જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ ફાઈલ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવાની સમય મર્યાદા નક્કી કરવા માટે સીજીએસટી એક્ટમાં સુધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. તેને માટે સરકાર તારીખ નોટિફાય કરશે. સીજીએસટી એક્ટની કલમ ૫૦ હેઠળ રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ કરવા બદલ કલમ ૫૦ હેઠળ કરવામાં આવતા કેસનો કિસ્સાઓમાં ડિમાન્ડન ીરકમ પર વ્યાજ ન લેવાની ભલામણ જીએસટી કાઉન્સિલેકરી છે. એન્ટિ પ્રોફિટીયરિંગ અંગેની કોઈપણ નવી અરજી આપવા માટેની છેલ્લીતારીખ પહેલી એપ્રિલ ૨૦૨૫ નક્કી કરી દેવામાં આવી છે. 

દૂધના દરેક પ્રકારના એટલે કે સ્ટીલના, લોખંડના કે પછી પતરાંના કેનમાં વેચવામાં આવતા દૂધ પર બાર ટકાના સમાન દરે જીએસટી વસૂલવામાં આવશે. મિલ્ક કેનના સ્ટાન્ડર્ડ આકાર નક્કી કરી દેવામાં આવશે. કયા પેકિંગના દૂધ પર જીએસટી નહિ લાગે તે અંગે પણ આાગમી દિવસોમાં સ્પષ્ટતા કરી દેવામાં આવશે.  જીએસટી કાઉન્સિલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલા એકમ કે ડેવલપરે પહેલી જુલાઈ ૨૦૧૭થી તેનાકામકાજ ચાલુ કરી દીધા હોય તેમની પાસેથી કોમ્પેન્શેસન સેસ ન લેવાની ભલામણ કરવામાં આવી છે. સોલાર કૂકર કે પછી સ્ક્રિપન્કલર્ર પર પણ ૧૨ ટકાના દરે જ જીએસટી લેવાની ભલામણ કરવામાં આવી છે. 

જીએસટી એક્ટની કલમ ૧૬ (૪) હેઠળ ૩૦મી નવેમ્બર ૨૦૨૧ ફાઈલ કરવામાં આવેલા ૨૦૧૭થી માંડીને ૨૦૨૧ દરમિયાનના ઇન્વોઈસ કે ડેબિટ નોટ ઉપર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટેની સમય મર્યાદા લંબાવવા માટે પાછલી મુદતથી અમલમાં આવે તે રીતે કાયદામાં સુધારો કરવો જરુરી હોવાની ભલામણ જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલી છે. ૨૦૧૭-૧૮થી માંડીને ૨૦૩૧ સુધીમાં ફાઈલ કરવામાં આવેલી જીએસટીઆર ૩-બી ૩૦મી નવેમ્બર ૨૦૨૧ના ફાઈલ કર્યા હોવાનું માની લઈને ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવા તૈયાર 

જીએસટીમાં પેટ્રોલ-ડીઝલના સમાવેશ અંગે રાજ્યો નિર્ણય કરે : નાણામંત્રી

નવી દિલ્હી : મોદી સરકારની રચના થયા પછી શનિવારે જીએસટી પરિષદની પહેલી બેઠક પછી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને પેટ્રોલ અને ડીઝલનો જીએસટી હેઠળ સમાવેશ કરવાનો નિર્ણય રાજ્યો પર ઢોળી દીધો છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર તો પેટ્રોલ અને ડીઝલને જીએસટી સિસ્ટમમાં લાવવા તૈયાર છે.

જીએસટી પરિષદની ૫૩મી બેઠક પછી નાણામંત્રી નિર્મલા સીતારામને પત્રકાર પરિષદ યોજી હતી. આ સમયે પત્રકારોએ પેટ્રોલ અને ડીઝલનો જીએસટી સિસ્ટમમાં સમાવેશ કરવા અંગે સવાલ પૂછતાં સીતારામને કહ્યું કે, કેન્દ્ર સરકાર હંમેશા પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા તૈયાર છે. હવે રાજ્યોએ નિર્ણય કરવાનો છે કે પેટ્રોલ-ડીઝલ પર કેટલો ટેક્સ વસૂલવામાં આવે. દિવંગત નાણામંત્રી અરૂણ જેટલી પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા તૈયાર હતા. હવે રાજ્યોએ તેના દર અંગે નિર્ણય કરવાનો છે.

વર્ષ ૨૦૧૭ની ૧ જુલાઈએ પહેલી વખત જીએસટીનો અમલ શરૂ થયો ત્યારે ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)નો જીએસટી કાયદામાં સામવેશ કરાયો હતો. જોકે, જીએસટી હેઠળ કરની વસૂલાત અંગેનો નિર્ણય પાછળથી લેવાશે તેમ નિશ્ચિત કરાયું હતું.

પ્લેટફોર્મ ટિકીટ સહિત રેલવેની સુવિધાઓને જીએસટીમાંથી મુક્તિ

રેલવેની પ્લેટફોર્મ ટિકીટ પર લેવામાં આવતો જીએસટી ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જીેસટી કાઉન્સિલે રેલવેની અંદર જ સપ્લાય આપવાને લગતી કેટલીક સેવાઓને જીએસટીમાંથી મુક્ત કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓને કે પછી વર્કિંગ પ્રોફેશનલ્સને એકોમેડેશન સર્વિસમાં માફી આપવાની ભલામણ કરી છે. તેનો લાભ વિદ્યાર્થીઓને તથા વર્કિંગ પ્રોફેશનલ્સને મળશે. કોરુગેટેડ પેપરમાંથી પેકિંગ માટે બનાવવામાં આવતા બોક્સ પર ૧૨ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લેવામાં આવશે. હિમાચલ પ્રદેશ તથો જમ્મુ અને કાશ્મીરમાં સફરજેન પેક કરીને મોકલનારાઓને તેને પરિણામે લાભ થશે. બીજીતરફ રાસાયણિક ખાતર પર લેવામાં આવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ૫ ટકાથી ઓછો કરી દેવાની ભલામણ કરવામાં આવી છે. અત્યારે જીએસટીને કારણે ગુજકોમાસોલ કે જિલ્લા સંઘના સ્તરે તકલીફ નથી પડતી. પરંતુ તાલુકા સંગ અને પ્રાઈમરિ એગ્રીકલ્ચર કમિટીના લેવલે જીેએસટીના રિટર્ન ફાઈલકરવાથી માંડીને તમામ વિધી કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને વધુ રકમ ચૂકવવી પડી રહી છે. તેથી આ સમસ્યા વકરી ગઈ છે. પરિણામે રાસાયણિક ખાતર પરનો જીએસટી કદાચ શૂન્ય પર લાવી દેવામાં આવે તેવી સંભાવના વધારે છે.


Google NewsGoogle News