દેશમાં બિલિયોનેર્સ સાત જ વર્ષમાં પાંચ ગણા વધી ગયા, સંખ્યા 23થી વધીને 136 થઈ: SBI રિપોર્ટ

રિટર્ન ફાઈલિંગની સંખ્યા 31 ડિસેમ્બર 2023 સુધીમાં 82 મિલિયન સુધી પહોંચી ગઈ

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
દેશમાં બિલિયોનેર્સ સાત જ વર્ષમાં પાંચ ગણા વધી ગયા, સંખ્યા 23થી વધીને 136 થઈ: SBI રિપોર્ટ 1 - image
Image : Pixabay



















Taxpayers With High Income : દેશમાં 100 કરોડ રૂપિયા કરતા પણ વધારે આવક ધરાવતા લોકોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. હાલમાં જ ભારતીય સ્ટેટ બેંક દ્વારા જાહેર કરાયેલા એક રિસર્ચ (SBI Research Report) રિપોર્ટમાં જણાવાયું છે કે નણાકીય વર્ષ 2013-14માં 100 કરોડ કરતા વધુની આવક ધરાવતા લોકોની સંખ્યા ફક્ત 23 હતી, જે છેલ્લા સાત વર્ષમાં વધીને 136 થઈ ગઈ છે.

સાત વર્ષમાં પાંચ ગણો વધારો થયો

આ રિસર્ચ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2013-14માં 100 કરોડથી વધુ આવક ધરાવતા 23 લોકોની કુલ આવક રૂ. 29,920 કરોડ હતી. ત્યાર પછી કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયાના સાત વર્ષ બાદ નાણાકીય વર્ષ 2020-21માં 100 કરોડ કરતા વધુ આવક ધરાવતા લોકોની સંખ્યામાં લગભગ પાંચ ગણો એટલે કે 491 ટકાનો વધારો થયો અને કુલ બિલિયોનેર્સની સંખ્યા 23થી વધીને 136 થઈ ગઈ.

બિલિયોનેર્સ વધ્યા પણ કુલ આવકમાં હિસ્સો ઘટ્યો

આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ 2013-14માં કુલ કરદાતા (Taxpayers)ની આવકમાંથી 100 કરોડથી વધુ આવક ધરાવતા 23 લોકોનો હિસ્સો 1.64 ટકા હતો. ત્યાર પછીના સાત વર્ષમાં 100 કરોડથી વધુની આવક ધરાવતા લોકોની સંખ્યામાં પાંચ ગણી વધી અને આવા ધનિકોની સંખ્યા 136 સુધી પહોંચી, પરંતુ નાણાકીય વર્ષ 2020-21માં કરદાતાઓની કુલ આવકમાં તેમનો હિસ્સો ઘટીને 0.77 ટકા થઈ ગયો. 

31 ડિસેમ્બર 2023 સુધી 80 મિલિયન રિટર્ન ફાઈલ 

આ રિપોર્ટના અન્ય ડેટા પ્રમાણે રૂ. પાંચથી દસ લાખની આવક ધરાવતા લોકો દ્વારા ભરાતા ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)ની સંખ્યા 2021-22ની સરખામણીમાં  295 ટકા એટલે કે ચાર ગણી વધી છે. વર્ષ 2022માં 70 મિલિયન રિટર્ન ફાઈલ કરાયા હતા, જે 2023માં વધીને 74 મિલિયન અને 31 ડિસેમ્બર 2023 સુધી 82 મિલિયન સુધી પહોંચી ગયા. આ ઉપરાંત 36.3 ટકા કરદાતા એવા છે, જે 3.5 લાખથી ઓછી આવક ધરાવે છે, તો આ કરદાતામાં 15 ટકા મહિલાઓ છે.

દેશમાં બિલિયોનેર્સ સાત જ વર્ષમાં પાંચ ગણા વધી ગયા, સંખ્યા 23થી વધીને 136 થઈ: SBI રિપોર્ટ 2 - image


Google NewsGoogle News