દેશના આ ગરીબ રાજ્ય પાસે છે સોનાનો ભંડાર, જમીનમાં દટાયેલું છે 222 લાખ ટનથી પણ વધારે સોનું
Image: FreePik |
Gold Mines In Bihar: બિહાર ભારતની સોનેની ચિડિયા છે. આ થોડું વિચિત્ર લાગશે પણ આ સાચું છે. આ સોનું ન તો તિજોરીમાં છે, ન બેન્ક લોકરમાં, ન તો બિહારના લોકો પાસે. આ સોનું બિહારની ખાણોમાં દટાયેલુ છે. જો આ સોનાને બહાર કાઢવામાં આવે તો તો બિહારમાં સોળે કળાએ વસંત ખીલી ઉઠશે, માત્ર બિહારમાં જ નહીં પણ ભારતની ગોલ્ડ રિઝર્વમાં વધારો થશે.
નેશનલ મિનરલ ઈન્વેટરી ડેટા અનુસાર, 1 એપ્રિલ, 2015 સુધી દેશમાં સોનાનો ભંડાર (સંસાધનો) 501.83 મિલિયન ટન હોવાનો અંદાજ હતો. તેમાંથી 17.22 મિલિયન ટન રિઝર્વ કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા અને બાકીના 484.61 મિલિયન ટનને બાકીના રિસોર્સ કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા. ભારતમાં સોનાના સૌથી મોટા સંસાધનો (પ્રાથમિક) બિહાર (44%)માં આવેલા છે. આ પછી રાજસ્થાન, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને ઝારખંડ છે.
બિહારમાં સોનાની ખાણો
બિહારના જમુઈ જિલ્લાના ગોલ્ડ બ્લોક વિસ્તારના કરમટિયામાં જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ જાણવા મળ્યું કે ત્યાં દેશનો સૌથી મોટો સોનાનો ભંડાર છે. જમુઈ જિલ્લામાં 37.6 ટન ખનીજયુક્ત ધાતુ સહિત લગભગ 222.88 મિલિયન ટન સોનાનો ભંડાર છે. ખાસ વાત એ છે કે બિહારમાં 222.885 મિલિયન ટન ગોલ્ડ મેટલ છે જે દેશના કુલ ગોલ્ડ રિઝર્વના લગભગ 44 ટકા છે.
એક અહેવાલ મુજબ બિહાર સરકાર દેશના આ સૌથી મોટા સોનાના ભંડારના ઉત્ખનન માટે પરવાનગી લેવાનું વિચારી રહી છે. ઉલ્લેખનીય છે, ભારતમાં દર વર્ષે મોટી માત્રામાં સોનાની આયાત કરવામાં આવે છે. દેશમાં સોનાની માંગને પહોંચી વળવા વિદેશમાંથી સોનું આયાત કરવું પડે છે.
ભારતમાં સોનાનું ખાણકામ થતું હતું, પરંતુ હવે આ ખાણોમાંથી સોનું કાઢવાનું લગભગ બંધ થઈ ગયું છે. કર્ણાટકની કોલાર સોનાની ખાણો સોના માટે ખૂબ પ્રખ્યાત છે.