Paytm સામે કેમ કાર્યવાહી કરી? આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કારણ

સતત નિયમોના ઉલ્લંઘનને કારણે Paytm વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી: રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
Paytm સામે કેમ કાર્યવાહી કરી? આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કારણ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 08 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર

મુશ્કેલીમાં ઘેરાયેલા Paytm અંગે રિઝર્વ બેંકનું મોટું નિવેદન સામે આવ્યું છે. આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની બેઠકને લઈને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગવર્નર શક્તિકાંત દાસે Paytmનું નામ લીધા વિના આ અંગે કેન્દ્રીય બેંકનો અભિપ્રાય બધા સામે રજૂ કર્યો હતો.

RBI ગવર્નર શક્તિકાંત દાસે Paytmનું નામ લીધા વિના પ્રશ્નાર્થ સ્વરમાં પૂછ્યું કે જો નિયમોનું પાલન કરવામાં આવે છે તો પછી RBIએ શા નિયમનકારી સંસ્થા સામે શા માટે પગલાં લેવા જોઈએ? તેમણે કહ્યું કે, સિસ્ટમ અંગે કોઈ ચિંતા નથી અમે માત્ર પેમેન્ટ બેંક વિશેષની વાત કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે અમારો ભાર હંમેશા નિયમનકારી સંસ્થાઓ સાથે દ્વિપક્ષીય જોડાણ પર રહ્યો છે જેમાં યુનિટને સુધારાત્મક કાર્યવાહી કરવા માટે પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

બીજી તરફ રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જે. એ કહ્યું કે, સતત નિયમોના ઉલ્લંઘનને કારણે Paytm વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે RBIએ કેટલાક મુદ્દાઓની ઓળખ કરી છે જેના પર તેમનું ધ્યાન અને હસ્તક્ષેપ કરવાની જરૂર છે. જે નિયમોનું ઉલ્લંઘન થયું હતું તેની વિગતો જાહેરમાં શેર કરવામાં નથી આવી.

RBIની Paytm પર કાર્યવાહી

- Paytm પેમેન્ટ્સ બેંક માર્ચ 2024થી પોતાના ખાતામાં અથવા ડિજિટલ વોલેટમાં નવા ડિપોઝિટ નહીં લઈ શકશે. 

- RBIએ સંકેત આપ્યો છે કે, તે જરૂરત પડવા પર આગળ પણ કાર્યવાહી કરશે.

આ કાર્યવાહી Paytmનું વ્યાપાર સંચાલન અને વૃદ્ધિને અસર કરી શકે છે. ઉપરાંત હાલના ગ્રાહકોને પોતાના એકાઉન્ટ અને વોલેટનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ગત અઠવાડિયે RBIએ Paytm પેમેન્ટ્સ બેંકને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. બેંકે કહ્યું હતું કે, 29 ફેબ્રુઆરી પછી Paytm પેમેન્ટ બેંકના ખાતામાં કોઈ રકમ જમા કરવામાં નહીં આવશે. જો કે, જો તેમાં કોઈ રકમ બાકી રહી જશે તો તેનો ઉપયોગ UPI દ્વારા કરી શકાશે.



Google NewsGoogle News