NPS સબ્સ્ક્રાઈબર્સ માટે ખુશખબર: 1 જુલાઈથી થશે મોટા ફેરફાર, જાણો શું થશે અસર
Image Source: Twitter
Good News For NPS Subscribers: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) 1 જુલાઈથી નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) કસ્ટમર્સ માટે મોટો ફેરફાર કરવા જઈ રહી છે જેનો સીધો ફાયદો NPS સબસ્ક્રાઈબર્સને મળશે. PFRDA NPS હેઠળ T+0 સેટલમેન્ટ લાગુ કરવા જઈ રહ્યું છે, જે 1 જુલાઈથી અમલમાં આવી જશે. નવા નિયમ હેઠળ કોઈપણ સેટલમેન્ટ ડે પર સવારે 11:00 વાગ્યા (T) સુધી ટ્રસ્ટી બેંક દ્વારા પ્રાપ્ત NPS કોન્ટ્રિબ્યૂશન એ જ દિવસે રોકાણ કરવામાં આવશે અને ગ્રાહકોને એ જ દિવસે NAV (નેટ એસેટ વેલ્યુ)નો લાભ મળશે.
T+0 સેટલમેન્ટને સરળ ભાષામાં સમજીએ તો કોઈપણ રોકાણ અથવા ક્લેમ પર તે જ દિવસે સેટલમેન્ટ કરવામાં આવે છે. એવી જ રીતે T+1નો અર્થ ક્લેમ અથવા રોકાણ કરવાના એક દિવસ બાદ સેટલમેન્ટ કરવામાં આવે છે. PFRDAએ NPS હેઠળ આ જ પ્રકારના નિયમોમાં ફેરફાર કર્યા છે અને 1 જુલાઈથી T+0 સેટલમેન્ટ લાગુ કરશે.
નવા નિયમો સરળ ભાષામાં સમજો
નવા નિયમને વધુ સારી રીતે સમજીએ તો જો કોઈ સબસ્ક્રાઈબરે કોઈપણ સેટલમેન્ટના દિવસે સવારે 11 વાગ્યા સુધીમાં પોતાનું કોન્ટ્રિબ્યૂશન આપી દે તો તે એ જ દિવસે ઈન્વેસ્ટ થઈ જશે અને એ જ દિવસે તેને નેટ એસેટ વેલ્યુ (NAV) બેનિફિટનો લાભ મળશે. હાલમાં ટ્રસ્ટી બેંકને મળતા કોન્ટ્રિબ્યૂશનને આગામી સેટલમેન્ટના દિવસે કરવામાં આવે છે એટલે કે T+1 સેટલમેન્ટનો નિયમ લાગુ છે.
નવી સિસ્ટમ પ્રમાણે શેરમાં વ્યાપાર એ જ દિવસે કરવામાં આવશે જે દિવસે ઈન્વેસ્ટ અથવા સેલ કરવામાં આવશે. એટલે કે શેર તરત જ રોકાણકારોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે, જ્યારે અમાઉન્ટ તરત જ વેચનાર રોકાણકારના ખાતામાં જમા કરી દેવામાં આવશે.
PFRDAએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, કોઈપણ સેટલમેન્ટ દિવસ પર સવારે 9:30 વાગ્યા સુધી ડિ-રેમિટે કોન્ટ્રિબ્યૂશનને પહેલાથી જ એ જ દિવસે રોકાણ માટે માનવામાં આવતું હતું. હવે સવારે 11:00 વાગ્યા સુધી પ્રાપ્ત ડી-રેમિટ કોન્ટ્રિબ્યૂશન પણ એનવીએ સાથે એ જ દિવસે રોકાણ કરવામાં આવશે.
પહેલા શું હતો નિયમ?
આ પહેલા કોન્ટ્રિબ્યૂશન આગામી સેટલમેન્ટ ડે (T+1) પર રોકાણ કરવામાં આવતું હતું, જેનો અર્થ એવો થાય છે કે રોકાણ કરવામાં આવે તે પહેલાં એક દિવસનો વિલંબ થતો હતો. આ ઉપરાંત સવારે 9:30 વાગ્યા સુધી પ્રાપ્ત થયેલ ડી-રેમિટ કોન્ટ્રિબ્યૂશનને પહેલાથી જ તે જ દિવસે રોકાણ માટે માનવામાં આવતા હતા. હાલમાં સવારે 11:00 વાગ્યા સુધી ડી-રેમિટના માધ્યમથી પ્રાપ્ત યોગદાન પણ એ જ દિવસે ઈન્વેસ્ટ કરવામાં આવશે, જેમાં લાગુ નેટ એસેટ વેલ્યુ (NVA) નો ઉપયોગ કરવામાં આવશે.
NPS પાસે આટલા કસ્ટમર્સ
આ ફેરફારનો ઉદ્દેશ્ય રોકાણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને NPS વ્યવહારોની કાર્યક્ષમતા વધારવાનો છે. PFRDAએ 2023-24માં બિન-સરકારી ક્ષેત્રોમાં NPSમાં 947,000 નવા સબ્સ્ક્રાઈબર્સ જોડ્યા, જેનાથી NPSની AUM વાર્ષિક ધોરણે 30.5% વધીને રૂ. 11.73 લાખ કરોડ થઈ ગઈ. 31 મે 2024 સુધીમાં કુલ NPS સબ્સ્ક્રાઈબર બેઝ 180 મિલિયન છે.