Get The App

Budget 2025: નવા ટેક્સ સ્લેબમાં કરદાતાઓને થશે 1 લાખ સુધીની બચત, જાણો કેવી રીતે?

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
Budget 2025: નવા ટેક્સ સ્લેબમાં કરદાતાઓને થશે 1 લાખ સુધીની બચત, જાણો કેવી રીતે? 1 - image


Budget 2025: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મધ્યમવર્ગ માટે અત્યંત મહત્ત્વની ઇન્કમ ટેક્સ મુદ્દે મોટી રાહત આપતી જાહેરાત કરી છે. ટેક્સ રિબેટમાં વધારાના કારણે નવી ટેક્સ રેજિમમાં રૂ. 12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં. જેથી કરદાતાને રૂ. 12 લાખની આવક પર રૂ. 71500 સુધીનો ફાયદો થશે. 

બચતનું કેલ્યુલેશન

જૂના ટેક્સ સ્લેબની તુલનાએ નવા ટેક્સ સ્લેબમાં રૂ. 12 લાખની આવક પર રૂ. 80,000નો, જ્યારે 16 લાખની આવક પર રૂ. 50,000નો લાભ થશે. 23 લાખની આવક ધરાવતાં લોકો અગાઉ રૂ. 3,40,600 ટેક્સ પેટે ચૂકવતા હતા. તેમણે નવા સ્લેબમાં રૂ. 2,40,500 ટેક્સ ચૂકવવો પડશે. એટલે તેમને રૂ. 1,00,100 સુધીનો લાભ થશે. જ્યારે 24 લાખની આવક પર રૂ. 1,10,000નો લાભ થશે. 

આ પણ વાંચોઃ બજેટ 2025: ચાર વર્ષ સુધી ભરી શકાશે અપડેટેડ IT રિટર્ન, એકથી વધુ સંપત્તિ ધરાવનારાને રાહત

કરદાતાઓને નવા ટેક્સ સ્લેબમાં થશે આટલો ફાયદો

Budget 2025: નવા ટેક્સ સ્લેબમાં કરદાતાઓને થશે 1 લાખ સુધીની બચત, જાણો કેવી રીતે? 2 - image


નવો ટેક્સ સ્લેબ

નાણા મંત્રીએ નવા ટેક્સ સ્લેબમાં આવકવેરાની કલમ 87 (A) હેઠળ મળતી ટેક્સ રિબેટ મર્યાદા રૂ. 25000થી વધારી રૂ. 60000 કરી છે. જ્યારે કેપિટલ ગેઇન્સ મારફત થતી આવક પર કોઈ ટેક્સ રિબેટનો લાભ ન મળવાની જાહેરાત કરી છે. નવા ટેક્સ સ્લેબમાં રૂ. 12 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ, જ્યારે 20થી 24 લાખ સુધીની આવક પર રૂ. 25 ટકાનો સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે. તદુપરાંત 24 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ લાગુ થશે.

સીએ જૈનિક વકીલે ટેક્સની ગણતરીને સરળ ભાષામાં સમજાવતાં જણાવ્યું હતું કે, '12 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં. જેના સ્લેબ રેટ મુજબ ભાગ પડશે. જેમાં પ્રથમ ચાર લાખ પર ઝીરો ટેક્સ, બાકીના ચાર લાખ પર 5 ટકા, અને બીજા ચાર લાખ પર 10 ટકા એટલે કુલ રૂ. 60000 ટેક્સ ચૂકવવાનો થાય છે. તેમાં ટેક્સ રિબેટ રૂ. 60000 કરવામાં આવતાં કુલ 12 લાખની આવક પર ટેક્સ ઝીરો ટેક્સ ચૂકવવો પડશે.'

Budget 2025: નવા ટેક્સ સ્લેબમાં કરદાતાઓને થશે 1 લાખ સુધીની બચત, જાણો કેવી રીતે? 3 - image


Google NewsGoogle News