મોબાઈલમાં 2 નંબર રાખતા લોકો માટે મોટા સમાચાર, ખિસ્સા વધારે ખાલી થવાની શક્યતા

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
મોબાઈલમાં 2 નંબર રાખતા લોકો માટે મોટા સમાચાર, ખિસ્સા વધારે ખાલી થવાની શક્યતા 1 - image


Image: Freepik

Telecom Regulatory Authority of India: આગામી સમયમાં તમારે પોતાના મોબાઈલ નંબરનો ઉપયોગ કરવા પર રિચાર્જ સિવાય પણ રૂપિયા આપવા પડી શકે છે. ખાસ કરીને તે નંબર માટે જે તમારી પાસે તો છે પરંતુ તમે તેનો ઉપયોગ કરી રહ્યાં નથી કે પછી ઓછો ઉપયોગ કરી રહ્યાં છો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આ પ્રસ્તાવ આપ્યો છે. આ ચાર્જ સંપૂર્ણ કે પછી વાર્ષિક આધારે લઈ શકાય છે. ટ્રાઈએ આ ચાર્જ મોબાઈલ ઓપરેટરથી મોબાઈલ ફોન કે લેન્ડલાઈનના નંબર માટે લેવાની યોજના બનાવી છે. જો આ નિયમ લાગુ થયો તો આ ભારને મોબાઈલ ઓપરેટર ગ્રાહકો પર નાખશે.

ટ્રાઈનું માનવું છે કે મોબાઈલ નંબર એક સાર્વજનિક સાધન છે, ખાનગી નથી. તેથી તેનો ઉપયોગ પણ સાર્વજનિક હિતને ધ્યાનમાં રાખીને કરવાની જરૂર છે. દેશમાં મોબાઈલ નંબરની ખૂબ કમી છે. નિયમ અનુસાર જો કોઈ સિમ કાર્ડને વધુ સમય સુધી રિચાર્જ કરાવવામાં આવતું નથી તો તેને બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ છે. પરંતુ યુઝર બેઝ ગુમાવવાના ડરે મોબાઈલ ઓપરેટર આવું કરતાં નથી. દરમિયાન ટ્રાઈએ હવે ઈનએક્ટિવ મોબાઈલ નંબરને બ્લેક લિસ્ટ ન કરવા પર મોબાઈલ ઓપરેટર પર દંડ લગાવવાની યોજના બનાવી છે.

19 ટકા મોબાઈલ નંબરનો ઉપયોગ થઈ રહ્યો નથી

ભારતમાં જારી કરવામાં આવેલા કુલ મોબાઈલ નંબરમાંથી લગભગ 21.9 કરોડ મોબાઈલ બેકાર પડ્યાં છે. એટલે કે તેનો ઉપયોગ થઈ રહ્યો નથી. આ આંકડો કુલ મોબાઈલ નંબરના લગભગ 19 ટકા છે. મોટાભાગે મોબાઈલ યુઝર્સ સ્માર્ટફોનમાંથી બે સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. આમાં એક સક્રિય રહે છે. જ્યારે બીજાનો ઉપયોગ ખૂબ ઓછો કે પછી થતો જ નથી.

સરકારની પાસે મોબાઈલ નંબર સ્પેસિંગનો અધિકાર છે

સરકારની પાસે મોબાઈલ નંબર સ્પેસિંગનો અધિકાર છે. સરકાર જ મોબાઈલ ઓપરેટરને મોબાઈલ નંબર સિરીઝ જારી કરે છે. મોબાઈલ નંબરના મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ થવાના કારણે તેનો ઉપયોગ પણ વિવેકપૂર્ણ રીતે થવો જોઈએ પરંતુ એવું થઈ રહ્યું નથી. આને જોતા હવે ટ્રાઈ મોબાઈલ નંબર પર દંડ લગાવવાનું આયોજન બનાવી રહી છે.

આ દેશોમાં દંડ વસૂલવામાં આવી શકે છે

ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, બેલ્જિયમ, ફિનલેન્ડ, યુકે, લિથુઆનિયા, ગ્રીસ, હોંગકોંગ, બુલ્ગારિયા, કુવૈત, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, પોલેન્ડ, નાઇજીરીયા, દક્ષિણ આફ્રિકા અને ડેનમાર્ક જેવા દેશમાં મોબાઈલ નંબર માટે ટેલિકોમ કંપનીઓ ગ્રાહકો પાસેથી દંડ વસૂલે છે.


Google NewsGoogle News