Get The App

શેરબજારની અમંગળ શરૂઆત, સેન્સેક્સમાં 500થી વધુનો કડાકો, નિફ્ટીમાં પણ નુકસાન

અઠવાડિયાના બીજા જ દિવસે બજારમાં કડાકો જોવા મળ્યો

સોમવારે શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
શેરબજારની અમંગળ શરૂઆત, સેન્સેક્સમાં 500થી વધુનો કડાકો, નિફ્ટીમાં પણ નુકસાન 1 - image


Share Market News : શેરબજારની શરૂઆત આજે પણ શુભ રહી ન હતી. અઠવાડિયાના બીજા જ દિવસે બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. આજે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીની શરુઆત નુકસાન સાથે થઈ હતી.

સેન્સેક્સ 285 પોઈન્ટના જંગી ઘટાડા સાથે ખુલ્યો હતો

સવારે BSE સેન્સેક્સ 285 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 72462 પર ખુલ્યો હતો, જ્યારે NSE નિફ્ટીએ 109 પોઈન્ટ ઘટાડા સાથે 21946ના સ્તર પર આજના કારોબારની શરૂઆત કરી હતી. સામાચાર લખાય છે ત્યા સુધીમાં સેન્સેક્સ 522ના ઘટાડા સાથે 72225ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 171 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 21884ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. NSE પર ટ્રેડ થયેલા 2357 શેરોમાંથી માત્ર 919 જ ગ્રીનમાં જોવા મળી રહ્યા છે. જ્યારે 1342 શેરોમાં નુકસાન જોવા મળી રહ્યું છે. હાલ 98 શેરોની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.

એશિયન બજારમાં ઘટાડો થયો હતો

બેન્ક ઓફ જાપાનના નાણાકીય નીતિના નિર્ણય પહેલા આજે એશિયન બજારોમાં ઘટાડો થયો હતો, આ વર્ષે 17 વર્ષ પછી અહીં નકારાત્મક વ્યાજ દર નીતિને સમાપ્ત કરે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ભારતીય શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 104.99 પોઈન્ટ અથવા 0.14 ટકા વધીને 72,748.42 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 5032.35 પોઈન્ટ અથવા 0.15 ટકાના ઉછાળા સાથે 22,055.70 પર બંધ થયો હતો.

શેરબજારની અમંગળ શરૂઆત, સેન્સેક્સમાં 500થી વધુનો કડાકો, નિફ્ટીમાં પણ નુકસાન 2 - image


Google NewsGoogle News